મોરબી:મિશન નવભારત સંગઠનના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ભાનુભાઈ મેર, યુવા પ્રદેશ પ્રમુખ પ્રથમભાઈ અમૃતિયા અને મોરબી જીલ્લા પ્રમુખ રામભાઈ જીલરીયાની અધ્યક્ષતામાં મોરબી જીલ્લાના નવનિયુક્ત હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. જીલ્લા પ્રમુખ, મહામંત્રી, ઉપપ્રમુખ અને મંત્રીઓની નિમણૂક સાથે સંગઠનને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો.
મિશન નવભારત સંગઠન, જે સમાજ વિકાસ અને રાષ્ટ્રહિત માટે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ ચલાવે છે, તેના મોરબી જીલ્લા માટે નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. મોરબી જીલ્લામાં સંગઠનની વધુ અસરકારક કામગીરી સુનિશ્ચિત કરવા માટે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ભાનુભાઈ મેર, યુવા પ્રદેશ પ્રમુખ પ્રથમભાઈ અમૃતિયા અને મોરબી જીલ્લા પ્રમુખ રામભાઈ જીલરીયાના માર્ગદર્શન હેઠળ નવ નિયુક્ત હોદ્દેદારોમાં મહામંત્રી તરીકે સ્મિતભાઈ દેસાઈ, મહેશભાઈ કટેશિયા અને ધર્મેન્દ્રભાઈ શુક્લાની વરણી થઈ છે. ઉપપ્રમુખ તરીકે જયપાલસિંહ રાઠોડ અને મહેશભાઈ સોલંકી નિમાયા છે. મંત્રી તરીકે નિખિલભાઈ પોપટ, દિવ્યેશભાઈ સંઘાણી, ભરતભાઈ દેગામા, દિનેશભાઈ મિયાત્રા અને લાલુભા ઝાલાને જવાબદારી સોંપવામાં આવી છે.