ભારતીય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલ 01/01/2024ની લાયકાતના સંદર્ભે ફોટાવાળી મતદારયાદી સુધારણા કાર્યક્રમ અન્વયે ૨૭/૧૦/૨૦૨૩ ના રોજ સંકલિત મતદારયાદી સુધારણા કાર્યક્રમ યોજવામાં આવશે. આ મતદારયાદીમાં ૨૭/૧૦/૨૦૨૩ થી ૦૯/૧૨/૨૦૨૩ સુધી હક્ક-દાવા વાંધા અરજી રજૂ કરી શકાશે. ૪ અને ૫ નવેમ્બર તેમજ ૩અને ૪ ડિસેમ્બરને ખાસ ઝુંબેશની યોજવામાં આવશે. તેmj હક્ક-દાવા તથા વાંધા અરજીઓનો ૨૬/૧૨/૨૦૨૩ સુધીમાં તમામ પ્રશ્નોના નિકાલ કરવામાં આવશે.
મળતી માહિતી અનુસાર ભારતીય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલ ૦૧/૦૧/૨૦૨૪ ની લાયકાતના સંદર્ભે ફોટાવાળી મતદારયાદી સુધારણા કાર્યક્રમ અન્વયે ૨૭/૧૦/૨૦૨૩ ના રોજ મોરબી મામલતદાર કચેરી મતદાર નોંધણી અધિકારી દ્વારા સંકલિત મતદારયાદીના સુધારણા કાર્યક્રમ યોજવામાં આવશે. આ મતદારયાદીમાં ૨૭/૧૦/૨૦૨૩ થી ૦૯/૧૨/૨૦૨૩ સુધી હક્ક-દાવા વાંધા અરજી રજૂ કરી શકાશે. ૪ અને ૫ નવેમ્બર તેમજ ૩ અને ૪ ડિસેમ્બરને ખાસ ઝુંબેશની તારીખો જાહેર કરવામાં આવી છે. હક્ક-દાવા તથા વાંધા અરજીઓનો ૨૬/૧૨/૨૦૨૩ સુધીમાં નિકાલ કરવામાં આવશે. તેમજ બુથ લેવલ ઓફિસર (બી.એલ.ઓ.)ની મુલાકાત લઇ હક્ક-દાવા રજૂ કરી શકશે. જે લોકોને બુથ પર ન જવું હોય તે લોકો NVSP, VHA નો ઉપયોગ કરી પોતાના હક્ક-દાવા રજૂ કરી શકે છે. આ બાબતે કોઇ મુશ્કેલી ઉભી થાય તો જિલ્લા કક્ષાએ ચાલતા ડિસ્ટ્રીક્ટ કોન્ટેક્ટ સેન્ટર ના ૧૯૫૦ ના ટોલ ફ્રી નંબર પર ફોન કરી પોતાની દુવિધાનો ઉકેલ મેળવી શકાશે. જેથી આ મતદારયાદી સુધારણા કાર્યક્રમમાં મોરબી જિલ્લાની તમામ જનતાએ ભાગ લેવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર જી.ટી. પંડયા દ્વારા જાહેર અપીલ કરવામાં આવી છે તેવું નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી કુલદીપસિંહ વાળાએ યાદીમાં જણાવ્યું છે.