હળવદ તેમજ ગ્રામ્ય વિસ્તારમાં આજે પીજીવીસીએલ દ્વારા વીજ ચેકિંગ ડ્રાઈવ કરવામાં આવી હતી. જેમાં રાજકોટ કચેરી દ્વારા મોરબી વર્તુળ કચેરીના હળવદ વિભાગીય કચેરી હેઠળ ગામડાઓમાં ઘર વપરાશ, વાણિજ્યક અને ઔદ્યોગિક હેતુમાં જુદા જુદા વીજ કનેક્શનો ચેક કરવામાં આવ્યા હતા. જેમાં 33 ટીમો બનાવી 601 કનેક્શનો ચકાસવામાં આવ્યા હતા. જેમાંથી 61માં ગેરરીતિ પકડાતા 15.55 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
હળવદ તાલુકામાં આજે વહેલી સવારે પીજીવીસીએલએ વીજ ચેકિંગ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હળવદ તાલુકાના રણમલપુર, ઘણાદ, નવા વેગડવાવ, જુના વેગડવાવ, નવા માલણીયાદ, જુના માલણીયાદ, નવા ઈસનપુર, જુના ઈસનપુર, સુખપર અને કવાડીયામાં કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરીમાં જામનગર, ભુજ, અંજાર અને મોરબીની તમામ ચેકિંગ માટે 33 ટૂકડીઓ બનાવી કુલ 601 વીજ જોડાણોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાંથી 60 રહેણાંક મકાનો અને એક વાણિજ્યકમાં ગેરરીતિ પકડાઈ હતી જેથી 15.55 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.