મોરબી જિલ્લામાં અવાર નવાર PGVCL દ્વારા સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરવામાં આવતું હોય છે. જેમાં ગત તા.૫ જૂન થી ૯ જૂન સુધી મોરબી શહેરી વિસ્તારમાં સરપ્રાઈઝ વીજ ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.
મોરબી, જામનગર, અંજાર અને ભુજની કુલ ૩૦ જેટલી ટિમો દ્વારા મોરબી જીલ્લાના હળવદ, વાંકાનેર, માળીયા, મોરબી, ટંકારા તાલુકાના જુદા-જુદા વિસ્તારોમાં પાંચ દિવસ સુધી થયેલ ચેકીંગ દરમિયાન કુલ ૨૦૦૩ વીજ કનેક્શનો ચેક કરવામાં આવ્યા હતા. જે પૈકી ૨૫૪ વીજ કનેક્શનોમાં ગેરરીતિ પકડવામાં આવેલ હતી. જેમને કુલ ૧૦૬.૯૬ લાખના વીજ બિલ આપવામાં આવ્યા હતા.