પીજીવીસીએલ મોરબી શહેર ૧ તથા ૨ પેટા વિભાગ હેઠળ આવતા ૧૧ કેવી ભડિયાદ ફીડર તથા કાલીકા પ્લોટ ફીડરમાં આવતીકાલે મેન્ટેનન્સ સહિતની કામગીરી કરવાની હોવાથી સવારે ૦૭ : ૩૦ થી બપોરે ૦૨:૩૦ વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે.
PGVCLનાં જણાવ્યા અનુસાર, તારીખ ૦૫.૦૪.૨૦૨૩ ને બુધવારના રોજ નવા કામની કામગીરી તથા મેન્ટેનન્સની કામગીરી કરવાની હોઇ જરથી PGVCL ના મોરબી શહેર-૨ પેટા વિભાગ હેઠળ આવતો ૧૧ કેવી ભડિયાદ ફીડર સવારે ૦૭:૦૦ થી બપોરના ૦૨:૩૦ વાગ્યા સુધી બંધ રહેશે. જેમાં સો ઓરડી, માળિયા વનાલિયા, ઉમિયા નગર, ગાંધી સોસા., સાયન્સ કોલેજ આસપાસનો વિસ્તાર, રામદેવ નગર, જવાહર સોસા, લાયન્સ નગર, ચામુંડા નગર, વરિયા નગર, શક્તિ સોસા વગેરે વિસ્તારો તથા આસપાસના વિસ્તારો પાવર સપ્લાય બંધ રહેશે. તેવી જ રીતે આવતીકાલે PGVCL ના મોરબી શહેર-૧ પેટા વિભાગ હેઠળ આવતો ૧૧ કેવી કાલીકા પ્લોટ ફીડર સવારે ૦૭:૩૦ વાગ્યાથી બપોરના ૦૨:૦૦ વાગ્યા સુધી નવી લાઈનકામ અને નવા ટી.સી. ઉભા કરવાની કામગીરી તેમજ મેન્ટેનસના કામ માટે બંધ રહેશે. જેમાં શ્યામ પાર્ક, હીરાસરીના માર્ગ વાળો વિસ્તાર, માર્કેટીંગ યાર્ડ, સુભાષ નગર, નરસંગ ટેકરી મંદિરની આજુબાજુનો વિસ્તાર, શ્રીરામ સોસાયટી, અમૃતનગર, અનુપમ સોસાયટી, ગૌતમ સોસાયટી, ગોકુલનગર, નિલકંઠ સ્કૂલની આજુબાજુનો વિસ્તાર, ગાયત્રીનગર, હરીહર નગર, કુંજ ગલી, રામેશ્વર સોસાયટી, વિજયનગર, યોગેશ્વર નગર, યદુનંદન ૧૨,૧૩,૧૪,૧૫, વિવેકાનંદ નગર, જયરાજ પાર્ક, વ્રજ વાટીકા, એવન્યુ પાર્ક તેમજ રવાપર રોડ વિસ્તારની સોસાયટી વગેરે જેવા વિસ્તારમાં પાવર બંધ રહેશે. જેની સર્વે ગ્રાહક મિત્રોએ નોંધ લેવી.. તેમ PGVCLનાં સત્તાધીશો દ્વારા જણાવવામાં આવ્યું હતું.