Monday, September 1, 2025
HomeGujaratમોરબી જીલ્લા સેવા સદન કેમ્પસમાં રૂ. ૧.૭૪ કરોડના ખર્ચે ઈમરજન્સી ઓપરેશન સેન્ટરનું...

મોરબી જીલ્લા સેવા સદન કેમ્પસમાં રૂ. ૧.૭૪ કરોડના ખર્ચે ઈમરજન્સી ઓપરેશન સેન્ટરનું લોકાર્પણ

મોરબી જીલ્લા સેવા સદનના કેમ્પસમાં રૂ. ૧.૭૪ કરોડના ખર્ચે નિર્મિત ઈમરજન્સી ઓપરેશન સેન્ટરનું જીલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘી વરદ્ હસ્તે તથા ધારાસભ્યો સહિત પદાધિકારી/અધિકારીઓની ઉપસ્થિતિમાં રિબીન કાપી અને દિપ પ્રજ્વલન કરી લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

મોરબી જીલ્લામાં આપત્તિ વ્યવ્સ્થાપન અર્થે રિસ્પોન્સીબલ ઓફિસર એન્ડ ઇન્સિડન્ટ કમાન્ડર રૂમ, સ્ટાફ, ૨૪/૭ કલાક કાર્યરત કન્ટ્રોલરૂમ, કોઈપણ દુર્ઘટના બને તો તેની જાણ માટે કન્ટ્રોલરૂમ માં ટીવીની વ્યવસ્થા, વીડિયો કોન્ફરન્સ રૂમ જેવી સુવિધાઓ સાથે લાઇન ડિપાર્ટમેન્ટ કો-ઓર્ડિનેશન રૂમ, રિટાયરીંગ રૂમ અને આક્સ્મિક પરિસ્થિતિમાં વિજ પુરવઠાની વૈકલ્પિક વ્યવસ્થા સહિતની આધુનિક સુવિધાઓ સાથે રૂ. ૧.૭૪ કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું છે. તાજેતરમાં નેશનલ ડિઝાસ્ટર ટીમે પણ મોરબીની મુલાકાત દરમિયાન આ સેન્ટરની મુલાકાત લીધી હતી અને આ સેન્ટર માટે તંત્રને અભિનંદન પાઠવ્યા હતા.

આ પ્રસંગે મોરબી-માળિયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, ટંકારા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, વાંકાનેર ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, હળવદ ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, જીલ્લા કલેક્ટર કે.બી. ઝવેરી, જીલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિ, જીલ્લા પોલીસવડા મુકેશ પટેલ, નાયબ વન સંરક્ષક ડો. સુનિલ બેરવાલ સહિત વહિવટી તંત્રના અધિકારી/કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!