મોરબી જિલ્લા પંચાયત હેઠળ ફરજ બજાવતા કર્મચારીઓને ખાતાકીય બઢતી આપવા જિલ્લા વિકાસ અધિકારી દિગ્વિજયસિંહ ડી. જાડેજા દ્વારા બઢતી સમિતિની બેઠક બોલાવી બઢતી હુકમ આપવામાં આવ્યો છે. જે પૈકી ૪ ગ્રામ પંચાયત સેક્રેટરીને વિસ્તરણ અધિકારી (પંચાયત) સંવર્ગમાં બઢતી આપવામાં આવી છે. જેથી હાલ વિસ્તરણ અધિકારી (પંચાયત) સંવર્ગની ૧૦૦% જગ્યા ભરાયેલ છે. તેમજ ૧ સિનિયર ક્લાર્ક (વહીવટી)સંવર્ગના કર્મચારીને નાયબ ચિટનીસ સંવર્ગમાં બઢતી આપવામાં આવી છે.