રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ તથા મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીએ મોરબી જીલ્લામાં પ્રોહીબીશન-જુગારની પ્રવૃતિ સદંતર નાબુદ કરવા સૂચન કરેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મોરબીનાં જુના ઘુંટુ રોડ મધુસૃષ્ટિ સોસાયટીમાં આવેલ રહેણાંક મકાનમાંથી ઇંગ્લીશ દારૂ બીયરની બોટલોનો મુદામાલ પકડી પાડ્યો છે. જયારે આરોપીને વોન્ટેડ જાહેર કરાયો છે.
મળતી માહિતી અનુસાર, મોરબી ક્રાઈમ બ્રાન્ચની ટીમને ગઈકાલે ખાનગીરાહે બાતમી મળેલ કે, દિક્ષીત વ્રજલાલ દુદકીયા (રહે.મોરબી પંચાસર રોડ શ્યામપાર્ક)એ મોરબી જુના ઘુંટુ રોડ ઝીલટોપ સીરામીક સામે મધુસૃષ્ટિ સોસાયટીમાં માધવભાઇ ભરવાડનું મકાન ભાડે રાખી તેમાં બીયર તથા વિદેશી દારૂનો જથ્થો વેચાણ કરવા ઉતારેલ છે. જે હકિકત આધારે હકિકતવાળી જગ્યાએ રેઇડ કરતા સ્થળ પરથી 8 PM વ્હીસ્કીની ૪૭ બોટલો, ગ્રીન લેબલ વ્હીસ્કીની ૨૦ બોટલો, બ્લેન્ડર્સ પ્રાઇડ વ્હીસ્કીની ૧૨ બોટલો, ઓફીસર ચોઇસ વ્હીસ્કીની ૨ બોટલો, વ્હાઇટ લેક વોડકાની ૧૬ બોટલો, મૂનવોક ઓરેન્જ વોડકાની ૩ બોટલો, કિંગફિશર સ્ટ્રોંગ બીયર કાચની ૦૮ બોટલો, ગોડફાધર બીયર કાચની ૦૫ બોટલો તથા બ્લેકફોર્ટ સુપર સ્ટ્રોંગ બીયરના ૧૫ ટીન મળી કુલ રૂ.૪૦૨૪૦/- નો મુદામાલ કબજે કરવામાં આવ્યો છે. જયારે આરોપી દિક્ષીત વ્રજલાલ દુદકીયા સ્થળ પરથી મળી ન આવતા તેના વિરુધ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એકટ મુજબ ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.