Saturday, January 11, 2025
HomeGujaratમોરબીના ઘુંટુ ગામની ગામની સીમમાંથી બે ઈસમોલાખો રૂપિયાના ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે...

મોરબીના ઘુંટુ ગામની ગામની સીમમાંથી બે ઈસમોલાખો રૂપિયાના ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે ઝડપાયા

મોરબી તાલુકા ધુંટુ ગામની ગામની સીમમાં આવેલ સ્ટોનેજ એન્ટરપ્રાઇઝ કારખાના સામેથી ઇગ્લિશ દારૂના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડવામાં આવ્યો છે તાલુકા પોલીસે અલગ અલગ બ્રાન્ડની ૧૭૮૪ બોટલો કિંમત રૂ. ૭,૫૦,૬૬૦, બિયર ૫૦૦ મિલી ટીન ૧૧૮ નંગ કિંમત રૂ. ૧૧,૮૦૦, મોટર સાયકલ કિંમત રૂ. ૯૫,૦૦૦ તથા બે નંગ મોબાઇલ કિંમત રૂ. ૮,૦૦૦ મળી કુલ ૮,૬૫,૪૬૦ રૂપિયાનો મુદ્દામાલ પકડી પડ્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકા પોલીસ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એન.એ.વસાવાના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ કોન્સ્ટેબલ દીપસંગભાઇ કાનજીભાઇ ચૌહાણને મળેલી બાતમીના આધારે મોરબી તાલુકાના ઘુંટુ ગામની સીમમાં કેનાલ રોડ ઉપર આવેલ સ્ટોનેજ એન્ટરપ્રાઈઝના કારખાના સામે ઇગ્લીશ દારૂ પડેલ છે. અને બે ઇસમો ઇંગ્લીશ દારૂ વેચાણ કરવા માટે પ્લાસ્ટિક બાચકા તેમજ કાપડના થેલામાં ઈગ્લીશ દારૂ ભરે છે સહિતની ખાનગી બાતમી આધારે રેઇડ કરતા બે ઇસમો ઇંગ્લીશ દારૂની બોટલો, બિયર સગેવગે કરતા જોવા મળતાં બે ઇસમો હેમસિંગ નંદાસિંગ રાવત અને ચંદ્રસિંગ ડવસિંગ રાવત બંને રાજસ્થાન વાળાને પકડી તેમની અલગ અલગ બ્રાન્ડની બોટલો નંગ.૧૭૮૪ કિંમત રૂ. ૭,૫૦,૬૬૦/-, બીયરના ૫૦૦ મીલી ટીન નંગ ૧૧૮ કિંમત રૂ. ૧૧,૮૦૦/-, મોટર સાયકલ નંગ- ૦૪ કિંમત રૂ. ૯૫૦૦૦/- તેમજ બે મોબાઇલ ફોન કિંમત રૂ. ૮૦૦૦/- મળી કુલ રૂ. ૮,૬૫,૪૬૦/- નો મુદ્દામાલ કબ્જે કરી બંને ઇસમો વિરૂદ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્હો દાખલ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!