Friday, January 24, 2025
HomeGujaratટંકારામાં કોરોના વેક્સિનેશન માટે યુવાનોમાં ભારે ઉત્સાહ, વેક્સિનેશન સેન્ટર ખાતે લાઈનો

ટંકારામાં કોરોના વેક્સિનેશન માટે યુવાનોમાં ભારે ઉત્સાહ, વેક્સિનેશન સેન્ટર ખાતે લાઈનો

ટંકારા તાલુકામાં નેસડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા લજાઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ૧૮ પ્લસ માટે વેક્સિન આપવાનુ શરૂ થતા જ વેક્સિન માટે રાહ જોઈ રહેલા યુવાનો, યુવતીઓ ભારે ઉત્સાહ માં આવી ગયા હતા. અને રજિસ્ટ્રેશન એપ ખુલતાની સાથે જ આરંભથી જ ફટાફટ રજિસ્ટ્રેશન કરાવી બંને સેન્ટર પર રસી મુકાવવા લાઈનો લગાવી રહા છે જોકે નેટવર્ક પ્રોબ્લેમ વાળા ગામ્ય વિસ્તારમાં અને એન્ડ્રોઇડ ફોન વગરના યુવક યુવતીઓ ઓનલાઈન રસી પ્રકિયાથી નારાજ જોવા મળી રહા છે.

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લામા યુવાધન ૧૮+ કોવિડ ૧૯ સામે રક્ષણ આપતી રસી મુકાવવા આજે ચોથા દિવસે પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો આજે મંગળવાર માટે ખુલ્લા મુકેલ સોલ્ટ ફટાફટ ઓનલાઈન રજિસ્ટ્રેશન થઈ ગયા હતા. જોકે, ટંકારા સિવીલ હોસ્પિટલ ખાતે ૪૫ થી વધુ ઉંમરના વ્યક્તિઓ વેક્સિન લેવા બાબતે સાવ નિરસ હોય કોઈ ફરકતુ ન હોવાથી કામગીરી સદંતર બંધ જેવી જોવા મળે છે. આ અંગે ડોક્ટરો જણાવે છે કે, અહી દસ વ્યક્તિઓ થતા ન હોવાથી વેક્સિનનો બગાડ અટકાવવા એકલ દોકલ આવનારને નજીકના ગામડાના સેન્ટરમા મોકલી છીએ. ત્યારે અહીંના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પણ ૧૮+ રસીકરણ શરુ કરવાની પ્રબળ માંગ ઉઠી છે.

આ ઉપરાંત ઓનલાઈન રજિસ્ટ્રેશન ની લપને કારણે ઇન્ટરનેટ વિહોણા ગામડા અને એન્ડ્રોઇડ ફોન વગરના યુવક યુવતીઓ ભારે મુજવણ અનુભવે છે. વિશેષમાં કામકાજ અને ફેક્ટરીઓમાં કે મજુરી કરતા પણ સમય અને છુટી અભાવે રસીકરણ નહી લઈ શકતાનુ સામે આવ્યુ છે ત્યારે તંત્ર આ અંગે ધ્યાન કેન્દ્રિત કરે તે પણ એટલું જ જરૂરી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!