Saturday, May 18, 2024
HomeGujaratભારત પાકિસ્તાન ના મેચ ને લઈને ઉત્સાહ ભાંગી પડ્યો :પાકિસ્તાનનો શાનદાર વિજય

ભારત પાકિસ્તાન ના મેચ ને લઈને ઉત્સાહ ભાંગી પડ્યો :પાકિસ્તાનનો શાનદાર વિજય

આજે ભારત પાકિસ્તાન વચ્ચેના ક્રિકેટ મેચ ટુર્નામેન્ટની સૌથી વધુ હાઈ વોલ્ટેજ મેચ ટી 20 વર્લ્ડકપમાં આજે રમાશે જેમાં દુબઈના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ માં સાંજે ૭ : ૩૦ વાગ્યે શરૂ થયો હતો જે રાત્રીના ૧૦ ૫૮ વાગ્યે મેચ પૂર્ણ થઈ ચૂક્યો હતો અને પાકિસ્તાનનો ભારત સામે શાનદાર વિજય થયો છે ત્યારે ક્રિકેટ રસિયાઓમાં ભારે નિરાશા સાંપડી છે તો બીજી બાજુ સટ્ટા બજારમાં હોટ ફેવરીટ રહેલું ઇન્ડિયા માં કેટલાય લોકોને આર્થિક નુકશાન થવા પામ્યું હતું ઉલ્લેખનીય છે જે પાકિસ્તાન ટીમના આજમ અને રિઝવાન દ્વારા ઓપનિંગ માં જ શાનદાર બેટિંગથી શરૂઆત કરી હતી જેને અંત સુધી જાળવી રાખી હતી જે પાકિસ્તાન ટીમને ફાયદો થયો હતો આ સાથે જ ભારતીય ટીમના તમામ ક્રિકેટરો દ્વારા અથાગ પરિશ્રમ કરવામાં આવ્યા હતા પરંતુ પરીણામ શૂન્ય જોવા મળ્યું હતું હાલ અમુક ક્રિકેટ રસિકો દ્વારા એડવાન્સમાં જ ફટાકડા પણ લઈને રાખવામાં આવ્યા હતા જેના પર પાણી ફરી વળ્યું હતું

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!