લોકસભા ચુંટણી માટે મતદાન યોજાઈ રહ્યું છે. ત્યારે મોરબી જીલ્લામાં મતદારો ઉત્સાહભેર મતદાન કરી રહ્યા છે.
ત્યારે લોકસભા ચૂંટણીના મહાપર્વમાં દિવ્યાંગ તથા સિનિયર સીટીઝન મતદાતા જોડાય અને સરળતાથી મતદાન કરી શકે તે માટે મતદાતા સહાયક વાહન વ્યવસ્થા કરવામાં આવી છે.
દિવ્યાંગ તથા સિનિયર સીટીઝન મતદાતાને મતદાન દિવસે કોઈ મુશ્કેલી ન પડે તે માટે મોબાઇલ એપ લોન્ચ કરવામાં આવેલી છે.
જેના માધ્યમથી દિવ્યાંગ અને સિનિયર સીટીઝન મતદાતાને જરૂરીયાત મુજબ વ્હીલચેર, મતદાન મથક સુધી પહોંચવા વાહન સેવા, સહાયક સેવા આપવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
મોરબી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા દિવ્યાંગો અને સિનિયર સિટીજનો દ્વારા મતદાતા સહાયક વાહન વ્યવસ્થા કરતા દિવ્યાંગો દ્વારા ઉત્સાહભેર મતદાન કરવામાં આવી રહ્યું છે.
જેમાં જિલ્લા સમાજ સુરક્ષા કચેરીના કર્મયોગીઓ દ્વારા મોરબી-માળિયા વિસ્તારમાં 6, ટંકારા-પડધરીમાં 6 તથા વાંકાનેરમાં 6 એમ કુલ 18 વાન અને 18 વહીલચેર દ્વારા દિવ્યાંગો અને સિનિયર મતદાતાનું મતદાન કરાવવામાં આવી રહ્યું છે.