Friday, June 27, 2025
HomeGujaratમોરબીની ઉચી માંડલ પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ

મોરબીની ઉચી માંડલ પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ

ઉંચી માંડલ પ્રાથમિક શાળા ખાતે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી. તેમાં મુખ્ય મહેમાન તરીકે ગ્રામ્ય મામલતદાર મોરબી અને સી.આર.સી કો-ઓર્ડીનેટર સરપંચ, એસએમસીના સભ્યો, ગ્રામ્યજનો તેમજ વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બાલવાટિકા તેમજ ધોરણ ૧ ના વિદ્યાથીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો.

- Advertisement -
- Advertisement -

શ્રી ઉંચી માંડલ પ્રાથમિક શાળા ખાતે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી. તેમાં મુખ્ય મહેમાન તરીકે એમ. ટી. ધનવાણી ગ્રામ્ય મામલતદાર મોરબી અને સી.આર.સી કો-ઓર્ડીનેટર ઉમેશભાઈ બોપલિયા, સરપંચ રવિરાજ પરમાર, એસએમસીના સભ્યો, ગ્રામ્યજનો તેમજ વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પ્રવેશપાત્ર બાલવાટિકા ધોરણ ૧ અને બાલવાટિકાના બાળકોને શૈક્ષણિક કીટ આપી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા.

ધોરણ ત્રણ થી આઠમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબરે આવનાર વિદ્યાર્થીઓ તેમજ સીઈટી પરીક્ષામાં પાસ થનાર વિદ્યાર્થીઓ જ્ઞાન સાધના મેરીટમાં સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓ તેમજ ૧૦૦ % હાજરી ધરાવનાર વિદ્યાર્થીઓ અને એનએમએમએસ માં થનાર વિદ્યાર્થીઓને શીલ્ડ તેમજ શૈક્ષણિક કીટ ઇનામ સ્વરૂપે સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ શાળાના મેદાનમાં મહેમાનોના હસ્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યું હતું. આ રીતે ભવ્ય રીતે પ્રવેશોત્સવ અને ઉલ્લાસ ઉજવણી સાથે કરવામાં આવ્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!