Sunday, January 12, 2025
HomeGujaratટંકારાનાં ઉગમણા નાકે એક વર્ષ પહેલા જ તૈયાર કરાયેલ પ્રવેશદ્વાર ધરાશાઈ: સેકન્ડોની...

ટંકારાનાં ઉગમણા નાકે એક વર્ષ પહેલા જ તૈયાર કરાયેલ પ્રવેશદ્વાર ધરાશાઈ: સેકન્ડોની ગણતરીમાં સ્કૂલ બસનો આબાદ બચાવ

ટંકારા શહેરના ઉગમણા નાકે બનાવવામાં આવેલ પ્રવેશદ્વાર આજે અચાનક તૂટી પડ્યો હતો. જો કે આ દુર્ઘટનામાં સદભાગ્યે કોઈ જાનહાની થઈ ન હતી પસાર થતી સ્કૂલ બસ પણ સેકંડો ની ગણતરીમાં આબાદ બચી હતી.

- Advertisement -
- Advertisement -

પ્રાપ્ત વિગતો અનુસાર, ટંકારા શહેરના ઉગમણા નાકે પ્રવેશદ્વાર આવેલો છે. જેનું પ્રગતિ ગુપ ટંકારા દ્વારા પ્રાઈવેટ બનાવ્યો હતો. જે સ્નેહીજનોના સંભારણા રૂપે એક વર્ષ પહેલા જ તૈયાર થયો હતો. પરંતુ આજે બપોરના સમયે આ પ્રવેશદ્વાર અચાનક જ તૂટી પડ્યો હતો. જેના કારણે સ્થળ પર અફરાતફરી મચી જવા પામી હતી. જો કે સદભાગ્યે દુર્ઘટના સમયે કોઈ વાહન કે લોકોની અવરજવર ન હોવાથી કોઈ જાનહાની સર્જાઈ ન હતી. તેમજ બનાવને પગલે ટંકારા પોલીસ પંચાયત અને સામાજિક કાર્યકર દોડી આવ્યા હતા. ત્યારે ઉલ્લેખનીય છે કે, વિદ્યાર્થીઓને લઈને જતી સ્કૂલ બસ અને ગેટ ધરાશાયી થવાની ઘટનાને માત્ર ૨૦-૩૦ સેકન્ડનો ફેર પડતા મોટી જાનહાનિ ટળી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!