ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય દ્વારા તેનઝિંગ નોર્ગે નેશનલ એડવેન્ચર એવોર્ડ સાહસિકોને યોગ્યતાને આધારે એનાયત કરવામાં આવે છે. જે અન્વયે મોરબી જિલ્લામાં સાહસિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ સાહસિકોએ પોતે રાજ્ય, રાષ્ટ્ર કે આંતરરાષ્ટ્રીય કક્ષાએ મેળવેલ સિદ્ધિઓના આધાર સાથે અરજી કરવાની રહેશે. આ અરજી તારીખ ૦૭-૦૬-૨૦૨૨ સુધીમાં જિલ્લા રમત-ગમત અધિકારીની કચેરી, રૂમ નંબર ૨૫૭, બીજો માળ, તાલુકા સેવા સદન, લાલબાગ, મોરબી ખાતે મોકલી આપવા જિલ્લા રમત-ગમત અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે.