મોરબીના મચ્છુ-૨ સિંચાઈ યોજનાના ડેમના ગેઇટ રીપેરીંગ તથા બદલવાની કામગીરી માટે મચ્છુ-૨ ડેમમાંથી પાણી ચોમાસા પહેલા ખાલી કરવામાં આવશે. તા. ૧૨/૦૫/૨૦૨૪ થી ૧૫/૦૫/૨૦૨૪ સુધી પાણી છોડવામાં આવશે જેને લઇને શહેરના પાડાપુલ નીચે આવેલ બેઠા પુલ બંધ રાખવા હુકમ કરવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, મોરબી મચ્છુ -૨ સિંચાઇ યોજનાના ડેમના ગેઇટ રીપેરીંગ તથા ગેઇટ બદલવાની કામગીરી કરવાની હોવાથી તેમજ સમયસર ખાલી કરી અને ચોમાસા પહેલા મરામતની પ્રક્રિયા પૂર્ણ કરી ડેમને સેફ સ્ટેજે લઇ જવા માટે તા. ૧૨/૦૫/૨૦૨૪ થી ૧૫/૦૫/૨૦૨૪ સુધી પાણી છોડી ડેમ ખાલી કરવાની કામગીરી કરવામાં આવશે. જેને લઇને મોરબી શહેરના પાડાપુલ નીચે આવેલ બેઠાપુલ કોઝવે બંધ રાખવા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. તેમજ નટરાજ ફાટક/કેસરબાગથી બેઠાપુલ કોઝવે તરફ પ્રવેશ બંધ તેમજ શક્તિચોકથી બેઠાપુલ કોઝવે તરફથી પ્રવેશ બંધ રાખી તા. ૧૨/૦૫ થી ૧૫/૦૫ સુધી પ્રવેશ બંધ હોવાથી વાહન અવર જવર બંધ રાખવા મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પ્રતિબંધ ફરમાવવા આવ્યો છે.