Friday, December 27, 2024
HomeGujaratમોરબી માળિયા હાઇવે પર આયુર્વેદીક દવાના ઓઠા હેઠળ શંકાસ્પદ નશાકારક સીરપનું વેચાણ...

મોરબી માળિયા હાઇવે પર આયુર્વેદીક દવાના ઓઠા હેઠળ શંકાસ્પદ નશાકારક સીરપનું વેચાણ કરતો ઈસમ ઝડપાયો

મોરબી જીલ્લા એસ.પી. રાહુલ ત્રીપાઠીની સુચના તેમજ ડી.વાય.એસ.પી. પી.એ. ઝાલાના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લામાં ગેરકાયદેસર આયુર્વેદીક દવાના ઓઠા હેઠળ નશાકારક સીરપનું વેચાણ થતુ હોય તેવી પ્રવૃતિ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા સુચના મળતા મોરબી સીટી બી ડિવીઝન પોલીસ દ્વારા આયુર્વેદીક દવાના ઓઠા હેઠળ શંકાસ્પદ નશાકારક સીરપનું વેચાણ કરતા ઇસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ પી.એ દેકાવાડીયા સર્વેલંસ સ્ટાફ સાથે વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા. દરમ્યાન માળીયા-મોરબી નેશનલ હાઇવે ઉપર આવેલ જનકપુરી સોસાયટીમા આવેલ સોપીંગ સેંટરમાં આવેલ દુકાન નં.૦૩ મોરબી-૨ ખાતેથી પાર્થભાઇ હસમુખભાઇ ચૌહાણ (રહે-જનકપુરી સોસા. ને.હા. ઘર નં.૦૩ મોરબી મુળગામ- સરલા તા.મુળી જી.સુ.નગર)ના કબ્જામાથી આર્યુવેદીક હર્બલની TORQUE ASAVA WITH HERBAL EXTRACTS 400 ML BATCH NO.TQ19 લખેલ રૂ.૫,૩૨,૦૦૦/-ની કિંમતની ૫,૩૨૦ બોટલો તથા STONEHEAL SAFE & EFFECTIVE ARISHTHA 400 ML BATCH NO.SH305 લખેલ રૂ.૬,૯૨,૦૦૦/-ની કિંમતની ૬,૯૨૦ બોટલો મળી કુલ આયુર્વેદિક ૧૨,૨૪૦/- બોટલનો રૂ. ૧૨,૨૪,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!