વાંકાનેર-મોરબી નેશનલ હાઈવે રોડ બંધુનગર પાસેથી એક ઈસમ નંબર પ્લેટ વગરની એસન્ટ કારમાં ગેર કાયદેસર દેશી દારૂની હેરાફેરી કરતો ઝડપાયો હતો. જેને પકડી પાડી પોલીસે દેશી દારૂ મંગાવનાર અને મોકલનારને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકા પોલીસની ટીમને ગઈકાલે બાતમી મળી હતી કે, વાંકાનેર-મોરબી નેશનલ હાઈવે રોડથી એક સફેદ કલરની નંબર પ્લેટ વગરની એસન્ટ કાર નીકળનાર છે. જેમાં દેશી દારૂનો જથ્થો ભરેલ છે જે હકીકતના આધારે મોરબી તાલુકા પોલીસે બંધુનગર પાસે ઓકટ્રી હોટલ સામે મેઇન રોડ પર વોચ ગોઠવ રાખી બાતમી વાળી કાર સ્થળ પરથી નીકળતા તેને રોકી કારની તપાસ કરતા કારમાંથી ૨૦ કેફીપ્રવાહી પ્લાસ્ટીકના બાચકા કે જેમાં એક બાચકામાં ૦૫ લીટરની ક્ષમતાવાળી મોટા પ્લાસ્ટીકના બુંગીયામાં રહેલ રૂ.૧૦,૦૦૦/- નો ૫૦૦ લિટર કેફી પીણું પ્રવાહી ઝડપાયું હતું. જે મુદ્દામાલ સાથે પોલીસે જયરાજભાઇ વલકુભાઇ ગોવાળીયા (રહે. કુંઢડા તા.ચોટીલા જી.સુરેન્દ્રનગર) નામના શખ્સની અટકાયત કરી હતી. જયારે અને કાર સહીત કુલ રૂ.૧,૧૫,૦૦૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જયારે આરોપીની પૂછપરછ કરતા તેને જણાવ્યું હાટુ કે, આ મુદ્દામાલ વનરાજભાઇ ગીડા (રહે. ડાકવડલા તા. ચોટીલા જી.સુરેન્દ્રનગર) દ્વારા જયશ્રીબેન ભુપતભાઇ પાટડીયા (રહે. માટેલ (વીરપર) તા.વાંકાનેર જી.મોરબી)ને દેવા જવા જણાવ્યું હતું. જેથી પોલીસે ત્રણેય આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.