સીઇઓ ડો. કે આર સરડવા સિવિલ હોસ્પિટલમાં સારવાર અને સુવિધા માટે અનેક પુરસ્કાર પ્રાપ્ત કર્યા છે
મોરબીમાં આધુનિક તબીબી સુવિધાઓ પૂરી પાડવા માટે એક અગ્રણી હોસ્પિટલ તરીકે એથિક્સ હોસ્પિટલનો શુભારંભ થયો છે આ હોસ્પિટલ ખાસ કરીને ઈમરજન્સી સેવાઓ, આઈસીયુ (Intensive Care Unit) સુવિધાઓ અને આધુનિક સાધનો દ્વારા દર્દીઓને 24/7 સારવાર પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે.
એથિક્સ હોસ્પિટલમાં અત્યાધુનિક આઈસીયુ ઉપલબ્ધ છે, જે ગંભીર દર્દીઓની સારવાર માટે રચાયેલ છે. આઈસીયુમાં અદ્યતન વેન્ટિલેટર્સ, મોનિટરિંગ સિસ્ટમ્સ, અને અન્ય જીવન રક્ષક સાધનો સાથે સજ્જ છે. ગંભીર સ્થિતિના દર્દીઓ માટે 24/7 નિષ્ણાત ડોક્ટરો અને પેરામેડિક સ્ટાફની ટીમ ઉપલબ્ધ હોય છે.
24/7 ઈમરજન્સી સારવાર:હોસ્પિટલ દ્વારા ચોવીસ કલાક ઈમરજન્સી સેવાઓ પૂરી પાડવામાં આવે છે, જેમાં ઝડપી નિદાન અને તાત્કાલિક સારવારનો સમાવેશ થાય છે. ઈમરજન્સી વિભાગમાં અનુભવી ચિકિત્સકો, નર્સો અને પેરામેડિક્સની ટીમ હાજર હોય છે, જે ટ્રોમા કેર, હૃદયરોગની ઈમરજન્સી, અને અન્ય ગંભીર સ્થિતિઓનું સંચાલન કરે છે.
સરકારી હોસ્પિટલમાં દર્દીઓની સારવાર થકી જીલ્લા આખામાં જાણીતા ડો. કે આર સરડવા દ્વારા નિવૃત્ત થયા બાદ દર્દીની દરકાર કરી ખ્યાતનામ ટિમ જેમાં ડો. ભૌમિક સરડવા MD ફિઝિશિયન એન્ડ ડાયાબીટીલોજીસ્ટ, ડો. નિધી સરડવા માઈક્રો બાયોલોજી, ડો. પ્રયાગ પંડયા MD મેડિશન સી આઈ એચ, આઈ એ એફ એમ, ડો. દિવ્યેશ જેતપરીયા એમ એસ ઓથોપેડિક હાડકાંના નિષ્ણાત સહિતના ખ્યાતનામ તબિબો સાથે એથિક્સ હોસ્પિટલનો શુભારંભ કર્યો છે. એમ્બ્યુલન્સ સેવાઓ પણ ઉપલબ્ધ છે, જે વાતાનુકૂલિત, મોનિટર અને વેન્ટિલેટરથી સજ્જ હોય છે, જેથી દર્દીઓને ઝડપથી હોસ્પિટલ સુધી લઈ જઈ શકાય.
સરનામું નોધી લેશો 19 પૂથ્વિરાજ પ્લોટ એપલ હોસ્પિટલ સામે મહેશ હોટલ પાછળ મોરબી ઈમરજન્સી હેલ્પલાઈન: 9638098220 ચોવીસ કલાક ઈમરજન્સી સેવાઓ માટે, હોસ્પિટલની હેલ્પલાઈન નંબર પર સંપર્ક કરી શકાય છે.