ટંકારાની બાંગાવડી ગ્રામપંચાયત તથા જામનગરની ટીંબડી ગ્રામપંચાયત દ્વારા આજ રોજ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાને આવેદન પાઠવી સૌની યોજનાનું પાણી બંગાવડી ડેમમાં છોડવા માંગ કરવામાં આવી છે.
ટંકારાની બાંગાવડી ગ્રામપંચાયત તથા જામનગરની ટીંબડી ગ્રામપંચાયત દ્વારા ટંકારા-પડધરીનાં ધારાસભ્યને રજૂઆત કરતા જણાવ્યું હતું કે, સૌની યોજનાનું પાણી બંગાવડી ડેમમાં આવક થાય તે બાબતે જરૂરી કાર્યવાહી કરવા તેમજ આ ડેમ હાલ 50 થી 60 એમ.સી.એફ.ટી.ની જરૂરિયાત હોવાથી આ બાબતે જરૂરી આયોજન કરવા રજૂઆત કરવામાં આવી છે.