Thursday, December 26, 2024
HomeGujaratઘરના ઘરનું સપનું પૂરું કરવામાં પણ ઠગો સક્રિય:મોરબીમાં વેપારી સાથે બિલ્ડરએ ફ્લેટ...

ઘરના ઘરનું સપનું પૂરું કરવામાં પણ ઠગો સક્રિય:મોરબીમાં વેપારી સાથે બિલ્ડરએ ફ્લેટ વહેંચવાના નામે કરી ૪૫ લાખની છેતરપિંડી:એપાર્ટમેન્ટના પ્લોટ અન્યને વહેંચી દીધા! રેન્જ આઇજીએ તપાસ સોંપી

મોરબીમાં રહેતા વેપારી એ પોતાના અને પોતાના ભાઈ કન્યા છાત્રાલય રોડ પર બનતા એપાર્ટમેન્ટમાં બે ફ્લેટ બુક કર્યા હતા જેમાં ધીરે ધીરે કરી ને કુલ ૪૫ લાખ જેટલા રૂપિયા ભરી દીધા હતા અને અંતે બિલ્ડર દ્વારા આ ફ્લેટ જ્યાં બનવાના હતા તે પ્લોટ અન્ય લોકોને વહેંચી દેતા છેતરપિંડી ની ફરિયાદ નોંધાઈ હતી જે મામલે લોક સંપર્ક કાર્યક્રમમાં રેન્જ આઇજી અશોકકુમાર યાદવ અને ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને રજૂઆત થતાં રેન્જ આઇજી દ્વારા મોરબી સિટી એ ડિવિઝન પોલીસને તપાસ સોંપવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મોરબીમાં રહેતા વેપારી ધીરજલાલ વરમોરા એ વર્ષ ૨૦૨૨માં ફરિયાદ નોંધાવી હતી કે મોરબીના કન્યા છાત્રાલય રોડ પર બની રહેલ એપાર્ટમેન્ટમાં પોતાના અને પોતાના ભાઈ માટે કુલ રૂપિયા ૫૪ લાખની કિંમતમાં બે ફ્લેટ બુક કરાવેલ હતા જેમાં ધીરે ધીરે બન્ને ફ્લેટના મળી કુલ ૪૫.૫૦ લાખ રૂપિયા ફરિયાદી ધીરજભાઈ વરમોરા અને તેના ભાઈ એ બિલ્ડર રાજુભાઈ ચનીયારાને ચૂકવી આપ્યા હતા અને બિલ્ડર દ્વારા સોદાખત પણ કરી દેવામાં આવ્યું હતું અને બાકી રહેતી રકમ બિલ્ડિંગનું કામ પૂર્ણ થયે ટુકડે ટુકડે આપવાનું નક્કી થયું હતું.જે બાદ ફ્લેટ તૈયાર થઈ જતાં બિલ્ડર રાજુભાઈ ચનિયારા એ જણાવેલ હતું કે ૧૫/૨/૨૦૨૨ સુધીમાં દસ્તાવેજ કરી આપવાનો વાયદો કર્યો હતો. અને ફ્લેટ તૈયાર થઈ ગયા છતાં ફ્લેટ સોંપવામાં ન આવતા ફરિયાદીએ બિલ્ડર રાજુભાઈ ને ફલેટ સોંપવા માટે કહ્યું હતું ત્યારે આરોપી બિલ્ડર રાજુભાઈગલા તલ્લા કરવા લાગ્યા હતા જેથી ફરિયાદીને દાળમાં કંઇક કાળું હોવાનું ગંધ આવતા તેઓએ ખાનગી રીતે તપાસ શરૂ કરી જેમાં તેઓને જાણવા મળ્યું છે જ્યાં ફ્લેટ બન્યા છે તે એપાર્ટમેન્ટ ની જગ્યા નો ખુલ્લા પ્લોટનો દસ્તાવેજ બિલ્ડર રાજુભાઈ એ અન્ય બે લોકો ક્રિપાલસિંહ ઝાલા અને કાનજીભાઈ ડાંગર ના નામે કરી દીધો છે ત્યારે હવે રાજુભાઈ પાસે એ જગ્યાની માલિકી જ નથી તો તે ફ્લેટ કઈ રીતે સોંપે?જેથી ફરિયાદીએ રાજુભાઈ ને કહ્યું હતું કે ફ્લેટ નો દસ્તાવેજ કરી આપો અથવા રૂપિયા પરત આપો પરંતુ બિલ્ડર રાજુભાઈ એ દસ્તાવેજ પણ ન કરી દીધો અને રૂપિયા પણ પરત ન કરતા અંતે ફરિયાદી ધીરજલાલ વરમોરા દ્વારા બિલ્ડર રાજુભાઈ ચનિયારા વિરૂદ્ધ મોરબી સિટી એ ડીવિઝન પોલીસ મથકમાં છેતરપિંડીનો ગુનો નોંધાવ્યો હતો.જે મામલે તાજેતરમાં યોજાયેલ લોકસંપર્ક કાર્યક્રમમાં રેન્જ આઇજી અને ધારાસભ્ય સમક્ષ રજૂઆત થતાં રેન્જ આઇજી દ્વારા આ મામલે મોરબી સિટી એ ડિવિજન પોલીસને તપાસ સોંપવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!