આજે ભાઈ– બહેનનો પવિત્ર તહેવાર ઉલ્લાસભર્યા વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે લોકો આ ઉત્સવ ધામધૂમ પૂર્વક ઉજવી શકે તે માટે ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિસ મોરબી આજે પણ પોતાની કામગીરી કરી રહી છે. ત્યારે આજે દલવાડી સર્કલ પાસે મચ્છુનગરમાં વોડાફોન ટાવર ઓફિસમાં આગ લગતા ફાયર વિભાગે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો.
મળતી માહિતી અનુસાર, રક્ષાબંધનના પર્વ પર પણ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિસ મોરબી પોતાની કામગીરી બજાવી રહ્યું છે. ત્યારે આજે ફાયર કંટ્રોલરુમમાં ૧૦૧ પર કોલ દલવાડી સર્કલ પાસે મચ્છુનગરમાં વોડાફોન ટાવર ઓફિસમાં આગ લાગેલ હોય જેની કોઈ પાડોસીએ કોલ કરતા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિસ મોરબીની ટિમ તાત્કાલિક સ્થળે જવા રવાના થઇ હતી. અને ત્યાં જઈ ફાયર સ્ટાફ દ્વારા ચેક કરતાં બેટરીમાં આગ લાગેલ હોવાથી ફાયરબિગેડની સુદબુધ સાથે બેટરીની ફાયર કંટ્રોલ કરેલ જલ્દી ફાયર ટીમ રિસ્પોન્સનાં લીધે બેટરી બ્લાસ્ટ થતાં અટકી ગઈ અને આજુબાજુમાં રેસીડેન્સી અને ઢોર બાંધેલા હતા તો જાનહાનિ ટળી કોઈ જાનહાનિ થયેલ નહી.