મોરબી ઝૂલતા પુલ દુર્ધટના કેસમાં SIT ના રિપોર્ટમાં જયસુખ પટેલ ઓરેવા કંપની તેમજ ઓરેવાં ના મેનેજર જવાબદાર હોવાનું સામે આવ્યા બાદ અનેક જગ્યાએથી જયસુખ પટેલ નિર્દોષ હોવાના નિવેદન આવી રહ્યા છે.ત્યારે ના કોંગ્રેસ ના ટંકારા પડધરી બેઠકના પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ કાગથરા એ પણ એક વિડિયો જાહેર કરીને જયસુખ પટેલ નિર્દોષ હોવાનું અને સરકાર જયસુખ પટેલ ને ખોટી રીતે ફીટ કરતી હોવાનું ઉલ્લેખ કરતા સમયે એક જમણવાર માં કોઈ બનાવ બને તો કોણ જવાબદાર તેવું ઉદાહરણ આપતા સમયે અનુસૂચિત સમાજ ને અપમાનિત કરતા શબ્દનો ઉલ્લેખ કર્યો હતો.જેને લઇને મોરબી અનુસૂચિત સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે.
જે બાદ મોરબીમાં અનુસૂચિત સમાજના લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે અને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય એ આ રીતે જાહેરમાં જ્ઞાતિ વિષયક અપમાનજનક શબ્દનો પ્રયોગ કરીને કાયદાનું ઉલંઘન કર્યું હોય જેના લીધા અનુસૂચિત સમાજની લાગણી દુભાઇ હોવાથી લલિત કાગથરા વિરૂદ્ધ ગુનો નોંધવા તેમજ ભવિષ્યમાં ઇલેક્શન માં તેઓને ઉમેદવારી કરવા પર પ્રતિબંધ મૂકવાની માંગણી કરતું આવેદનપત્ર મોરબી જિલ્લા કલેકટર ને પાઠવવામાં આવ્યું છે.તેમજ જો કોઈ પગલાં લેવામાં નહિ આવે તો આગામી સમયમાં અનુસૂચિત સમાજ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે.