Wednesday, January 8, 2025
HomeGujaratદીપડા સાથે બાથ ભીડી મોતને ઘાટ ઉતારનાર પૂર્વ DSP ‘જંજીરવાલા ઝાલા’ની તૃતીય...

દીપડા સાથે બાથ ભીડી મોતને ઘાટ ઉતારનાર પૂર્વ DSP ‘જંજીરવાલા ઝાલા’ની તૃતીય વાર્ષિક પુણયતિથિ, પોરબંદરના ગેંગસ્ટરોને જિલ્લો છોડાવ્યો હતો

👉1968માં હૈદરાબાદ ડિટેકટિવ ટ્રેનિંગ સ્કૂલમાં પોલીસ પરીક્ષામાં પ્રથમ ક્રમે આવીને ભારતમાં ખ્યાતિ મેળવી હતી
👉અબ્બાસ-મસ્તાનની નિર્દેશિત ‘અગ્નિકાલ’માં રાજબબ્બરે એસ.પી. જંજીરવાલાનો રોલ કર્યો હતો

- Advertisement -
- Advertisement -

ગુનેગારો જેમનાથી થર થર કાંપતા અને દીપડા સાથે બાથ ભીડી ગોળીથી ઠાર મારનાર એવા ‘જંજીરવાલા ઝાલા’ના ઉપનામ મેળવનાર બહાદુર પોલીસ અધિકારી અને રાજપૂત સમાજના મોભી એમ.એમ ઝાલાનું 90ની વયે વર્ષ ૦૫ મે ૨૦૨૦ રોજ અવસાન થયું હતું જેને આજે ત્રણ વર્ષ પૂરા થયાં છે. એમ.એમ.ઝાલાએ સૌરાષ્ટ્રના ભાવનગરની શામળદાસ કોલેજમાં અભ્યાસ કર્યો હતો.તેઓ વર્ષ 1956માં સૌરાષ્ટ્ર રાજ્યમાંથી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની સીધી ભરતીમાં પોલીસમાં સામેલ થયા હતાં. નાસિક પોલીસ ટ્રેનિંગ કોલેજમાં તાલીમ પૂર્ણ કરી પ્રથમ ક્રમે આવ્યા હતા. વર્ષ 1958માં વડોદરાથી પોસ્ટિંગ લઈ નોકરીની શરૂ કરી. તેઓ કચ્છ અને જામનગર ACBમાં પણ ફરજ બજાવી ચૂક્યા છે. 1968માં હૈદરાબાદ ડિટેકટિવ ટ્રેનિંગ સ્કૂલમાં પોલીસ પરીક્ષામાં પ્રથમ ક્રમે આવીને ભારતભરમાં ખ્યાતિ મેળવી હતી. 1968માં તેમને પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે બઢતી મળી હતી. 1990માં તેઓ DSP તરીકે તેઓ નિવૃત્ત થયા હતા. તેની સાથે સાથે રાજપૂત વિદ્યાસભાના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. જંજીરવાલા ઝાલાના બહાદુરીના અનેક કિસ્સા લોકમુખે ચર્ચાય છે.જે આજના અઘિકારીઓ માટે દાખલા રૂપ કિસ્સાઓ પણ ગણાવી શકાય છે.

અમદાવાદમાં ‘જંજીરવાલા ઝાલા’ નામ પડ્યું
એમ.એમ.ઝાલાને1973માં અમદાવાદ શહેરમાં પોસ્ટિંગ આપવામાં આવ્યું હતું. 5 વર્ષ સુધી અમદાવાદમાં રથયાત્રા, વિદ્યાર્થી આંદોલન,કોમી તોફાન અને રોટી રમખાણ વખતે બહાદુરીથી ફરજ બજાવી હતી. જેને કારણે લોકોમાં તેઓ ‘જંજીરવાલા ઝાલા’ના ઉપનામથી જાણીતા બન્યા હતા.

પોરબંદરમાં પોસ્ટિંગ થતાં જગેંગસ્ટરો ભાગી ગયા
વર્ષ 1978માં પોરબંદરમાં ગેંગવોર ફાટી નીકળી હતી. બે કોમ આમને સામને ગોળીબાર કરી ભય ફેલાવતી હતી ત્યારે ગેંગવોરને ડામી દેવા તેમને પોરબંદરમાં પોસ્ટિંગ આપવામાં આવ્યું હતું. પોસ્ટિંગ આપતા જ ગેંગસ્ટરોમાં ભય ફેલાયો હતો અને ગેંગવોર શાંત થઈ ગઈ અને ગેંગસ્ટરો જિલ્લો છોડી ભાગી ગયા હતા. સામસામે ગોળીબાર થતાં તે જિલ્લામાં ઝાલા સાહેબના નામથી શાંતિ થઈ ગઈ હતી.

કાલાવડના બાલંભડીમાં દીપડા સાથે બાથ ભીડી ઠાર કર્યો
1980માં તેઓને DSP તરીકે બઢતી મળી હતી. ‘જંજીરવાલા ઝાલા’ને જામનગર જિલ્લામાં DSP તરીકે મુક્યા હતા.તે સમયે કાલાવડ તાલુકાના બાલભંડી ગામની સીમમાં દીપડાએ હુમલો કરતા ‘જંજીરવાલા ઝાલા’એ બહાદુરીથી દીપડા સાથે બાથભીડી દીપડાને નીચે પાડી ઠાર કરીને પ્રજાને બચાવી હતી.

‘અગ્નિકાલ’માં રાજ બબ્બરે ‘જંજીરવાલા’થી પ્રેરિત રોલ કર્યો હતો

વર્ષ 1990માં રીલિઝ થયેલી રાજ બબ્બર અને જીતેન્દ્ર સ્ટારર તેમજ અબ્બાસ-મસ્તાન નિર્દેશિત ‘અગ્નિકાલ’માં રાજ બબ્બરે તેમના જીવન પરથી પ્રેરિત એસ.પી. ‘જંજીરવાલા’નો રોલ કર્યો હતો. આજે નિવૃત્ત એસપી એમ એમ ઝાલા સાહેબને તૃતીય વાર્ષિક પુણયતિથિ પર મોરબી મીરર ટીમ દ્વારા શ્રદ્ધા સુમન અર્પણ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!