માળીયા મી. મેઇન બજાર જુની એસ.બી.આઇ.બેંકની પાસે કૌશર મોબાઇલ નામની દુકાને ખાતે ઈસમો દ્વારા ધારિયા દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. જેમાં યુવકે ઈસમોનાં ભાઈ સાથે તલાક થયેલ મહિલા તેની સાથે કોર્ટમાં મેરેજ કરેલ હોય જે બાબતેનુ મન:દુખ રાખી ઈસમોએ જેમ ફાવે તેમ ગાળો બોલી હુમલો કરતા સમગ્ર મામલે માળિયા મી. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી અનુસાર, માળીયા મી મેઇન બજાર જુની એસ.બી.આઇ.બેંકની પાસે કૌશર મોબાઇલ નામની દુકાને હુશેનભાઇ હૈદરભાઇ સંઘવાણી (રહે.માળીયા મી.માલાણી શેરી સંઘવાણી વાસ તા.માળીયા મી જી.મોરબી)ના ભાઇએ હૈદરભાઇ અબ્બાસભાઇ જેડા તથા અજહર અબ્બાસભાઇ જેડાના ભાઇ સાથે જેના તલાક થયેલ હોય તેઓની સાથે કોર્ટમાં મેરેજ કરેલ હોય જે બાબતેનુ મન:દુખ રાખી આરોપીઓએ હુશેનભાઇના ભાઈને જેમ ફાવે તેમ ગાળો બોલી હૈદરભાઇ અબ્બાસભાઇ જેડાએ બન્ને હાથમા હથેળીના તેમજ આંગળીના ભાગે ધારીયાનો ઘા મારી ઇજા કરી તેમજ જમણા હાથની ટચલી આંગળીમા ફેક્ચર જેવી ઇજા પહોંચાડી હતી. તેમજ સિકંદર ભટ્ટીએ ધારીયા વડે જમણા પગમા પેનીના ભાગે ઇજા પહોચાડી હતી. તેમજ અજહર જેડા અને શીરાજ શકુરભાઇ જેડાએ ધોકા વડે ફરીયાદીને છાતીના ભાગે માર મારી મુંઢ ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે માળીયા મી. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.