મોરબી ખાણ ખનિજ વિભાગે વાંકાનેર તાલુકાના મોજે. લુણસર ધોળાકુવા વિસ્તાર ખાતેથી સેન્ડસ્ટોન ખનીજના ગેરકાયદેસર ખોદકામ બદલ એકસકેવેટર મશીન પકડી પાડવામાં આવ્યું છે. ખોદકામ કરાવનાર ઈસમની તપાસ કરતા રમેશભાઈ ગમારા અને ગોપાલભાઈ ધ્રાંગીયા દ્વારા ગેરકાયદેસર ખોદકામ કરાવવામાં આવતું હતું. તેમ સામે આવતા ખાણ ખનિજ વિભાગે મશીન સીઝ કરી તાલુકા પોલીસ સ્ટેશન વાંકાનેર ખાતે મુકાવી આગળની કાર્યવાહિ હાથ ધરી હતી….
મળતી માહિતી અનુસાર, મોરબી ભુસ્તરશાત્રી જે. એસ. વાઢેર દ્વારા ખનીજચોરી અટકાયત બાબતે તપાસ હાથ ધરી કામગીરી કરવાની સૂચના મળતાં જે અંતર્ગત મોરબી કચેરીની ક્ષેત્રીય ટીમ દ્વારા તા. ૧૨/૧૧/૨૦૨૪ ના રોજ ધોળાકુવા વિસ્તાર મોજે. લુણસર વાંકાનેર તાલુકા ખાતે તપાસ કરવામાં આવી હતી. જેમાં એક SANY કંપનીનું એક્સકેવેટર મશીન નંબર જેના નં. 20SE21A0100661 ને સેન્ડસ્ટોન ખનીજનાં ગેરકાયદેસર ખોદકામ કરવા બદલ પકડી પાડવામાં આવ્યો છે. તેમજ ખોદકામ કરાવનાર ઈસમની તપાસ કરતાં આ ખોદકામ એક્સકેવેટર મશીનનાં બે સંચાલક રમેશભાઈ જાલાભાઈ ગમારા રહે. લુણસર તા. વાંકાનેર અને ગોપાલભાઈ ગેલાભાઇ ધ્રાંગીયા કરાવતા હોય જે SANY કંપનીના મશીનને ગેરકાયદેસર રીતે સેન્ડસ્ટોન ખનીજનું ખોદકામ કરવા બદલ સ્થળેથી પકડી સીઝ કરવામાં આવ્યું છે. તેમજ તાલુકા પોલીસ સ્ટેશન વાંકાનેર ખાતે મશીન મૂકાવી આગળની નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.