Monday, November 25, 2024
HomeGujaratપેટ્રોલમાં પાંચ અને ડિઝલમાં દસ રૂપિયા એક્સાઇઝ ડ્યુટી ઘટતા પેટ્રોલ ડીઝલ થશે...

પેટ્રોલમાં પાંચ અને ડિઝલમાં દસ રૂપિયા એક્સાઇઝ ડ્યુટી ઘટતા પેટ્રોલ ડીઝલ થશે સસ્તા : કાલથી નવા ભાવ લાગુ થશે

પેટ્રોલ, ડીઝલના ભડકે બળતા ભાવના ડામ સહન કરી રહેલ લોકો માટે સૌથી મોટા સમાચાર અને હરખરૂપી સમાચાર આવ્યા છે. દિવાળી પર્વ નિમિતે કેન્દ્ર સરકારે લોકોને મોટી ભેંટ આપી પેટ્રોલ અને ડીઝલમાં એક્સાઇઝ ડ્યુટી ઘટાડવાનું એલાન કર્યું છે. હવે દેશમાં પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર 5 રૂપિયા અને ડીઝલના ભાવમાં 10 રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો થવાંના એંધાણ વર્તાઈ રહ્યા છે. જે આવતીકાલથી જ નવી કિંમતો લાગુ કરવામા આવશે.

- Advertisement -
- Advertisement -

છેલા છએક માસથી પેટ્રોલ ડીઝલના ભાવ આસમાનની આંબી રહ્યા છે. લગભગ તમામ સ્થળોએ પેટ્રોલ અને ડીઝલના ભાવ 100 રૂપિયાની સપાટી વટાવી ચુક્યા છે ત્યારે હવે ગ્રાહકોને રાહત આપવા ઈંધણના વધતા ભાવની અસર સામે ઝઝૂમી રહેલા લોકોને રાહત આપવાના ઉદ્દેશ્ય સાથે સરકારે દિવાળીની પૂર્વસંધ્યાએ જાહેરાત કરી હતી કે આવતીકાલથી પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટી અનુક્રમે રૂ. 5 અને 10 ઘટાડવામાં આવશે. જેને પગલે બોકાસો બોલાવતી મોંઘવારીની અસર પણ ઓછી થશે. પેટ્રોલની સરખામણીએ ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં બે ગણો ઘટાડો થયો છે. પેટ્રોલ – ડીઝલના ભાવની નવી કિંમતો આવતીકાલથી જ લાગુ થશે. ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો પેટ્રોલ કરતા બમણો થશે જેને લઈને આગામી રવી સિઝન દરમિયાન ખેડૂતોને પ્રોત્સાહન આપવામાં આવશે.

સાથે સાથે કેન્દ્ર સરકારે પણ રાજ્યોને ઇંધણ પર મૂલ્ય વર્ધિત કર (VAT) ઘટાડી ગ્રાહકોને રાહત આપવા વિનંતી કરી છે. ઉલ્લેખનીય છે કે આ ઘટાડો થોડા ઘણા અંશે રાહતરૂપ નીવડશે છતાં ઇંધણના ભાવ પ્રતિ લીટર 100 ની આસપાસ રહે તેવી શક્યતાઓ રહેલી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!