ટંકારા તાલુકા પંચાયત ખાતે આજરોજ કારોબારી અને સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં મોરબી જીલ્લા પંચાયતના વિપક્ષી નેતા ભુપત ગોધાણીએ રાજકોટ ગેમઝોન ધટનાના હતભાગીને શ્રધ્ધાંજલી અર્પણ કરી સામાન્ય સભા યોજવા ટકોર કર્યા બાદ બે મિનિટ મૌન પાડી પ્રાર્થના કરી હતી. તેમજ અનેક પશ્રનો સાથે વિપક્ષ નેતા જીલ્લા પંચાયત મોરબીએ દલીલ કરી હતી. ટંકારા નગરપાલિકાનો મુદો પણ સામાન્ય સભામાં ઉઠયો હતો. પ્રજા વહિવટદાર વાંકે હેરાન પરેશાન થઈ રહી છે. તેવો વિપક્ષે સત્તાધીશો પર આક્ષેપ લગાવ્યો હતો.
ટંકારા તાલુકા પંચાયત ખાતે આજ રોજ પ્રમુખ છાંયાબેન અરવિંદભાઈ માંડવીયાના અધ્યક્ષસ્થાને ઇન્ચાર્જ ટિડીઓ પરાસરાજી ચુંટાયેલા સહીત હાજર સભ્યો સાથે કારોબારી સમિતિની બેઠક પુર્ણ થયા બાદ સામાન્ય સભા મિટિંગ કક્ષામાં મળી હતી. જેમાં શિક્ષણ, ખેડૂતો, મકાન વિહોણા નગરજનો, વહિવટદાર અને ટલ્લે ચડેલા કામો ઉપરાંત આંગણવાડીના પશ્રનો ઉઠયા હતા. સૌથી અગત્યની વાત એ છે કે આ મિટિંગમાં તાલુકા પંચાયતના કોંગ્રેસના એક પણ સભ્ય હાજર રહ્યા ન હતા. જયારે કોગ્રેસના જીલ્લા પંચાયતના વિપક્ષી નેતા ભુપત ગોધાણી આ સામાન્ય સભામાં હાજર રહી ધારદાર રજૂઆત કરી અનેક કામગીરી ઉપર સવાલ ઉભા કરી જવાબો માંગ્યા હતા. સાથે 36 જેટલા લાભાર્થીને પ્લોટ ફાળવવામાં વિલંબ અંગે તાત્કાલિક કાર્યવાહી કરવા સુચન કર્યું હતું. તો બીજી તરફ સામાન્ય સભામાં એજન્ડા અને કાર્યવાહી અંગે વાકેફ કરવા તથા લગત તમામ વિભાગના કર્મચારીઓ હાજર રહે એવી ટકોર કરી હતી. ઉપરાંત શિક્ષણ વિભાગના નામ બદલાવના પશ્રને શાશક પક્ષે પણ ટેકો આપ્યો હતો અને લોકોના કામો કરવા ખાત્રી આપી હતી…