મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના હરબટીયાળી ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષિકા ગીતાબેન દ્વારા અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે જેમાં વેકેશન દરમિયાન બાળકો રમત ગમત કરતા કરતા પાયાના જ્ઞાન તેમજ મોબાઇલથી દૂર રહીને દેશી રમતોમાં વધુ ધ્યાન આપે અને આવી રમતોને ઓળખે તે માટે હડમતીયા ગામ ની મુખ્ય બજારમાં દરેક દીવાલો પર કક્કો બારાક્ષરી, એબીસીડી, દિશાઓ, ઋતુઓ ,તેમજ જનરલ નોલેજ સહિતની તમામ માહિતીઓનું ચિત્રકામ કરવામાં આવ્યું છે સાથે સાથે દેશી રમતો ચોપાટ,વર્તુળ દાવ, સાપસીડી જેવી રમતોને પણ ઘરોના ઓટલાઓ પર ચિત્ર કરી અને વેકેશન દરમિયાન બાળકો આ રમતોને માણે તે માટે એક સફળ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે .
તેમજ ગ્રામજનો દ્વારા પણ આ સુગમ પ્રયાસને પૂરતો સહયોગ આપીને ગ્રામજનોએ પોતાની દીવાલો પર ચિત્રકામ કરવા માટે મંજૂરી આપી હતી અને બાળકો પણ આ આયોજન નો પૂરેપૂરો લાભ ઉઠાવી રહ્યા છે અને હવે વેકેશનનો સમયગાળો શરૂ થઈ ગયો છે ત્યારે આજના સમયગાળામાં બાળકોથી માંડીને વૃદ્ધો સુધીના તમામ લોકો આ મોબાઇલમાં રચ્યા પચ્યા રહેતા હોય છે ત્યારે મોબાઇલની માયાજાળથી બાળકોને દૂર રાખવાનો એક આ વિશેષ પ્રયાસ હડમતીયા ગામની શિક્ષિકા ગીતાબેન સાંચલા દ્વારા કરવામાં આવ્યો છે.