મોરબીમાં મગજ અને કરોડરજ્જુની બીમારીથી પીડાતા દર્દી માટે એચસીજી હોસ્પિટલ્સ રાજકોટના, નિષ્ણાંત ન્યુરોસર્જન દ્વારા આગામી 27 ઓગસ્ટના રોજ રાહત દરે કન્સલટેશનની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે.
મોરબીના શનાળા રોડ પર જનની હોસ્પિટલની બાજુમાં સાવસર પ્લોટ ૧૫ પાસે વોડાફોન સ્ટોર વારી શેરીમાં આવેલ ડૉ. શરદ રૈયાણીની ચિરાયુ ચિલ્ડ્રન હોસ્પિટલ ખાતે મોરબીની પ્રખ્યાત એચસીજી હોસ્પિટલ્સના નિષ્ણાંત ન્યુરોસર્જન દ્વારા રાહત દરે કન્સલટેશનની સુવિધા આપવામાં આવશે. જેમાં આગામી 27 ઓગસ્ટના રોજ સવારે 11:00 થી 12:00 વાગ્યા સુધી મગજ અને કરોડરજ્જુને લગતા રોગોના નિષ્ણાંત ડૉ. કૃષ્ણકુમાર વિરડા (MS, Mch (Neurosurgery) (Gold Medalist)) દ્વારા મગજ અને કરોડરજ્જુની સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવશે. જેમાં મગજની એન્જીઓગ્રાફી (DSA), સ્ટેન્ટીન્ગ, સ્ટ્રોક, હેમરેજ, મગજમાં કે મણકામાં કેન્સરની કે સાદી ગાંઠ, મગજમાં કે મણકામાં આકસ્મિક ઇજા, ટ્રાઈજેમિનલ ન્યુરાલોજીયા, મગજમાં કે મણકા માં ઇન્ફેક્શન, મણકાનો ઘસારો કે ગાદી ખસી જવી, બાળકોમાં મગજને લગતી તકલીફની સેવા આપવામાં આવશે. તેમાં વધુ માહિતી અને એપોઈન્મેન્ટ માટે 8160516145 સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.