માળીયા મીયાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરિયાદીએ આરોપીને ૫૦ ગાય પૈસા આપી રખેવાળી કરવા આપી હતી.જે પૈકી ૧૪ નંગ ગાય (જીવ) પરત નહીં આપી ગુન્હામાં એકબીજાને મદદગારી કરતા માળીયા મીંયાણા પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો દાખલ કરાવ્યો હતો. જે બદલ પોલીસે અટકાયત કરી પુછપરછ કરતા ૧૩ નંગ ગાય આરોપીઓએ કતલ કરવા માટે વેંચાણથી આપેલ હોવાનું જણાવતા પોલીસે ગુન્હો દાખલ કરી અન્ય ચાર સહિત કુલ 6 આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહિ હાથ ધરી હતી.
મળતી માહિતી અનુસાર, પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ રાજકોટ વિભાગે રાજકોટ રેન્જમાં બનતા ગૌહત્યાના ગુન્હાઓ અટકાવી ગેરકાયદેસર પ્રવૃતિ સાથે સંકળાયેલ ઇસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા સુચના આપી હતી. જે અંતર્ગત પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી મોરબી જીલ્લાની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક એસ.એચ.સારડા ઇન્ચાર્જ મોરબી વિભાગના સીધા માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લામાં ગૌહત્યાના ગુન્હાઓ અટકાવી ગેરકાયદેસર પ્રવૃતિ સાથે સંકળાયેલ ઇસમો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરી અસરકારક કામગીરી કરવા સુચના આપી હતી. જેમાં પોલીસ ઇન્સ્પેકટર કે.કે.દરબાર ઇન્ચાર્જ માળીયા મીંયાણા પોલીસ સ્ટેશનએ માળીયા મીંયાણા તાલુકાના ચીખલી ગામે તા.૨૭/૧૨/૨૦૨૪ ના સાંજે ફરીયાદી તથા અન્ય એક ઈસમની માલીકીની મળી કુલ ૫૦ ગાય આરોપી મુસ્તાક આમીનભાઈ લધાણી, આમીનભાઇ કરીમભાઇ લધાણી (રહે. બંને ચીખલી, તા.માળીયા (મી) વાળાઓને પૈસા આપી રખેવાળી કરવા સોંપેલ હતી. જે પૈકી ૧૪ ગાય પરત નહીં આપી ગુન્હામાં એકબીજાને મદદગારી કરતા માળીયા મીંયાણા પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો દાખલ કરાવ્યો હતો. જેમાં બન્ને આરોપીઓની અટકાયત કરી આરોપીઓની સઘન પુછપરછ કરતા ૧૩ નંગ ગાય આરોપીઓને કતલ કરવા માટે વેંચાણથી આપેલ હોવાની હકીકત મળતાં બંને આરોપીઓ સહિત ફૂલ-૦૬ આરોપી જેમાં રમજાન હારૂનભાઇ જામ, અલાઉદ્દીનભાઇ મુસાભાઈ જામ, અબ્બાસભાઇ મુસાભાઈ મોવર /મીયાણા અને સાઉદ્દીનભાઇ ઓસમાણભાઇ કાજેડીયા / મિયાણાની અટકાયત કરવામાં આવી છે. તેમજ આ ગુન્હામાં પશુ સંરક્ષણ અધિનિયમ હેઠળની કલમોનો ઉમેરો કરી કડક કાર્યવાહી કરી આગળની તપાસ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર કે.કે.દરબાર માળીયા મીયાણા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી છે.