Wednesday, December 25, 2024
HomeGujaratમોરબીના અણિયારી ટોલનાકાના નજીક મળી આવેલ માનવ કંકાલ મામલે ખુલાસો:બે ટ્રક ડ્રાઇવરોએ...

મોરબીના અણિયારી ટોલનાકાના નજીક મળી આવેલ માનવ કંકાલ મામલે ખુલાસો:બે ટ્રક ડ્રાઇવરોએ નકલી કિન્નર ના વેશમાં રહેલ યુવકનું ઢીમ ઢાળી દીધું:કારણ પણ ચોંકાવનારું!

નકલી કિન્નર બનીને ટોલનાકા પાસે રૂપિયા ઉઘરાવતા યુવક ને બે ટ્રક ડ્રાઇવરો ખેતરમાં લઈ જઈ બીભત્સ માંગણી કરતા મામલો બિચકયો અને હત્યા થઈ

- Advertisement -
- Advertisement -

માળીયા મીયાણા અમદાવાદ હાઇવે પાસેના અણીયારી ગામ ટોલનાકા નજીક ગત તા. ૨૫/૦૮/૨૦૨૪ ના રોજ કોઈ અજાણી સ્ત્રી અથવા કિજાર આશરે ૩૫ થી ૪૦ વર્ષ વાળી કોઇ અગમ્ય કારણસોર મરણ જતા તેનું કંકાલ તથા કોહવાઇ ગયેલ લાશ ચારેક માસ અગાઉ મળી આવી હતી.જે અંગે દાખલ થયેલ ખુનના ગુનાના આરોપીઓને શોધી કાઢી ખુનનો વણશોધાયેલ ગુનો મોરબી તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા શોધી કાઢવામાં આવ્યો છે સાથે જ આરોપીઓએ ચોંકાવનારી કબૂલાત પણ આપી છે.

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના માળીયા અમદાવાદ હાઇવે પાસેના અણીયારી ગામની સીમ માથી ગત તા. ૨૫/૦૮/૨૦૨૪ ના રોજ કોઇ અજાણી સ્ત્રી અથવા કિજાર આશરે ૩૫ થી ૪૦ વર્ષ વાળી કોઇ અગમ્ય કારણસોર મરણ જતા તેનું કંકાલ તથા કોહવાઇ ગયેલ લાશ મળી આવી હતી. જે મરણજનારની લાશની ઓળખ સજયભાઈ મોહનભાઈ મહવાઈ (રહેવાસી દદુકા તાલુકો ગળી જિલ્લા બાસવાડા રાજસ્થાન)વાળા તરીકે થતા તેઓના પરીવારનો સંપર્ક કરી મૃતદેહ ની ઓળખ કરાવતા તેઓના પત્નીએ ફરીયાદ આપતા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તા. ૧૨/૧૧/૨૦૨૪ રોજ હત્યા અંગે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને વણશોધાયેલ ખુનના ગુનાને સત્વરે શોધી કાઢવા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફની અલગ-અલગ ટીમોએ ગુનાવાળી જગ્યાની આસપાસ ઉંડાણપુર્વક તપાસ કરી હ્યુમન સોર્સ તથા ટેકનિકલ સર્વેલન્સ મારફતે તપાસ કરી ગુનાને અંજામ આપનાર રવિભાઈ દેવજીભાઈ ગાબુ (રહે.ગામ-ઓળક તા.લખતર જિલ્લો સુરેન્દ્રનગર) અને સુરેશભાઈ બબાભાઈ ગોરૈયા (રહે ગામ ઢાકી તા. લખતર, જિલ્લો સુરેન્દ્રનગર)ને બનાવ સબંધે પકડી પાડી પોલીસ સ્ટેશન લાવી યુક્તિ-પ્રયુક્તિ વડે પુછપરછ કરતા ભાંગી પડયા હતા.

જેમાં તેઓએ કબૂલાત આપતા જણાવ્યું હતું કે મરણજનાર સંજયભાઈ મોહનભાઈ મહવાઈ માળીયાથી હળવદ જતા હાઇવે ઉપર અણીયારી ટોલનાકા પાસે નકલી કિન્નરનો વેશ ધારણ કરી પૈસા માંગતા હતા.જે દરમ્યાન બન્ને ટ્રક ડ્રાઈવર આરોપીઓ મરણજનાર ને હળવદ તરફ ખેતરમાં લઈ જઈ બિભત્સ માગણી કરતા મરણજનાર સાથે બોલાચાલી ઝઘડો થતા આરોપીઓએ મરણજનારને પેટના ભાગે છરીના ઘા મારી મોત નિપજાવી ખુન કર્યાની કબુલાત આપી હતી.હાલ પોલીસે આરોપીના ચાર દિવસના રિમાન્ડ મેળવી તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!