આજ રોજ FIEO એ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય, ભારત સરકાર અને મોરબી સિરામિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશન સાથે સંયુક્ત રીતે મોરબી ખાતે એક્સપોટઁ મીટનુ આયોજન કરવામા આવ્યુ હતું.જેમા એક્સપોટઁરો સાથે વર્તમાન અને આગામી પડકારો વિશે ચચાઁ કરવામા આવી જેમા એક્સપોટઁરોને પડતી તકલીફો અને તેના નિવારણ માટેની ચચાઁઓ થઈ હતી.
આ કાયઁક્રમનો ઉદ્દેશ વૈશ્વિક વેપારની બદલાતી ઇકોસિસ્ટમ પર વધુ સ્પષ્ટતા લાવવાનો હતો અને ભારત સરકાર દૃારા નિકાસને સરળ બનાવવા માટે ઓફર કરાયેલ વિવિધ યોજનાઓનો લાભ કેવી રીતે મેળવી શકે છે તેના વિશે FIEO દૃારા માહિતી આપવામા આવી હતી.
આ કાયઁક્રમમા રાજ્યમંત્રી બ્રિજેશ મેરજા, સાસંદ મોહનભાઈ કુંડારિયા, નંદકિશોર કાગલીવાલ, ક્ષેત્રીય અધ્યક્ષ (WR), FIEO અને ઉપપ્રમુખ ખાલિદ ખાન FIEO, તેમજ ડૉ. અજય સહાય, DG અને CEO, FIEO, અને મોરબી સિરામિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના પ્રમુખ મુકેશ કુંડારીયા, હરેશ બોપલીયા, વિનોદ ભાડજા, કિરીટ પટેલ તેમજ જેએમ બિશ્નોઈ, ITS, Jt. DGFT, રાજકોટ, કે વી મોરી, જીએમ, ડીઆઈસી, મોરબી, વિકાસ પ્રસાદ, બ્રાન્ચ હેડ ECGC લિમિટેડ અને FIEO કન્વીનર વિશ્વનાથ શ્રીનિવાસન સહિતના ઉપસ્થિત રહ્યા હતા.