મોરબી : મોરબીના કરીયાણાનો ઉઘારીમાં આપેલા માલની ઉઘરાણી ભારે પડી હતી. ચોરી પે સીના જોરીની જેમ ઉઘારીના પૈસા ચૂકવાને બદલે ચાર શખ્સો ઉઘરાણી કરવા આવેલા વેપારી બે વ્યક્તિને માર માર્યો હતો. આ બનાવ અંગે વેપારીએ ચાર શખ્સો સામે ફરિયાદ છે.
મોરબી સીટી બી ડીવી.પો.સ્ટેમાં ફરિયાદી જીગ્નેશભાઈ અશોકભાઈ એરવાડીયા ઉ.વ.૩૭ ધંધો-વેપાર તથા ફેરી રહે.હાલ. મોરબી-૨, પીપળી રોડ, રોયલ પાર્કવાળાએ આરોપીઓ કલ્પેશભાઈ ભગવાનજીભાઈ તથા કલ્પેશભાઈના બાપુજી ભગવાનજીભાઈ તેમજ બે અજાણ્યા માણસો સામે ફરિયાદ નોંધાવેલ કે, ફરીયાદી તથા સાહેદ બંને આરોપીના માણસ પાસે મોરબીના સામાકાંઠે રોયલ પાર્કમાં પોતાની દુકાનના નામાના બાકી નીકળતા પૈસા લેવા જતા આરોપીઓને સારૂ નહી લાગતા ફરીયાદી તથા સાહેદ સાથે બોલાચાલી કરી ગાળો આપી આરોપીએ ફરીયાદીને લોખંડ સળીયા વતી જમણા હાથે તથા પગે તથા જમણા પડખે ઈજા કરી તથા સાહેદને જમણા પગે તથા હાથે ઈજા કરી તેમજ આરોપીઓએ ફરીયાદી તથા સાહેદને ઢીકાપાટુનો માર મારી ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરેલ છે.