રિલાયન્સ મોલના સબ મેનેજરે છેતરપીંડી આચરી હોવાની ફરિયાદ નોંધાઈ
મોરબી: મોરબીમાં વેપારી પાસેથી કોસ્મેટીક માલ આપવાના બહાને રિલાયન્સ મોલના સબ મેનેજરે કટકે કટકે રૂપીયા ૧૭.૩૫ લાખ લઈને માલ ન આપી ચુનો લગાવ્યો હોવાની ફરિયાદ નોંધાતા એ ડિવિઝન પોલીસે આગળની તપાસ હાથ ધરેલ છે.
મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદી હિરેનભાઇ મનસુખભાઇ કાવર (ઉવ. ૩૦ ધંધો- વેપાર રહે. મોરબી આલાપ પાર્ક સોસાયટી રવાપર રોડ બ્લોક નંબર ૩૨ તા.જી.મોરબી) વાળાએ આરોપી રિલાયન્સ મોલના સબ મેનેજરે સમયસીંગ મીના (રહે.હાલ મોરબી શનાળા રોડ પી.જી.કલોક પાછળ લીમડા પાનવાળી શેરી તા.જી.મોરબી મુળ રહે.૫૫-મીના બસ્તી, નંદાકાલન, તા.ટોળાભીમ જી.કરોલી રાજસ્થાન) વાળા સામે ફરિયાદ નોંધાવેલ કે, મોરબીના નવા ડેલા રોડ પટેલ જનરલ સ્ટોર નામની દુકાને ફરીયાદી પાસેથી આરોપીએ કોસ્મેટીક માલના કટકે કટકે કુલ રૂપીયા ૧૭,૩૫૦૦૦ લઇ ફરીયાદીને માલના ખોટા બીલો સાચા તરીકે આપી ફરીયાદીને વિશ્વાસમાં રાખી ફરીયાદીએ આપેલ રૂપીયા પૈકીનો કોસ્મેટીક વસ્તુનો માલ નહી તેમજ આપેલ રૂપીયા પણ પરત નહી આપી ફરીયાદી સાથે વિશ્વાસઘાત કરી કરી રૂપિયા ઓળવી ગયો હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરેલ છે.