મોરબીના જાગૃત સામાજિક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભાણીયા તથા અશોકભાઈ ખરચરીયા દ્વારા મોરબી સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર તથા જિલ્લા કલેક્ટરને પત્ર લખી જણાવવામાં આવ્યું હતું કે, “સીવીલ હોસ્પીટલમા ખાટલે મોટી ખોટ” સીવીલ હોસ્પીટલના તમામ ડોકટરો આવી ગયા હોવા છતાં દર્દીઓને રાજકોટ રીફર કરે છે. તેમજ રાત્રીના સમયે નાના બાળકોને લઇને દેખાડવા આવે તો ડોકટરો તેઓને સવારે આવજો એમ કહીને સામાન્ય દવા આપી ધરે વયા જાવ એમ કહે છે તો રાત્રીના સમયે ડોકટરો/સર્જન હાજર રહે અને સારવાર આપે એવી માંગ કરવામાં આવી છે.
પત્રમાં જાગૃત સામાજિક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભાણીયા તથા અશોકભાઈ ખરચરીયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, અમો અરજદાર સામાજીક કાર્યકતા રાજુભાઇ દવે તથા જગદીશભાઇ બાંભણીયા, અશોકભાઈ ખરચરીયા, જીજ્ઞેશભાઈ પંડયા, મુશાભાઈ બ્લોચ સામાજીક કાર્યકરોની માનસર નમ્ર અરજ છે કે, મોરબી શહેરની માત્ર એક સીવીલ હોસ્પીટલ કે જયા હાલ તમામ સ્ટાફ પુરતા પ્રમાણમાં આવી ગયેલ હોવા છતાં સામાન્યમાં સામાન્ય બીમારી માટે પણ રાજકોટ રીફર કરે છે અને હવે તો રાજકોટ વાળાઓ પણ કહે છે કે તમારે મોરબીમાં હવે તો સ્ટાફ પુરતો છે તો અહીંયા કેમ આવો છો ? ત્યાં જ સારવાર લીયો એવું કહે છે. ઉપરાંત આ અંગે રાજકોટ પણ ઘણી વખત એવું બને છે કે સામાન્ય કે જે નાની અમથી બીમારી હોય ત્યાં આવી રીતે આમ જ કહે છે કે ભયંકર તથા ઇમજરન્સી હોય એમ કહી રાજકોટ જ રીફર કરે છે. મોરબીની સીવીલ હોસ્પીટલમાં છેલ્લા ત્રણ માસથી સ્ટાફ આવી ગયેલ છે. પરંતુ આવી રીતે સામાન્ય સારવારમાં પણ પ્રજાને રાજકોટ મોકલી હેરાન કરવામાં આવે છે. જેથી આ અંગે મોરબી સિવિલ હોસ્પીટલના ડીંન ઘ્યાન આપે અને વધૂમાં એકસ રે વાળાને તાત્કાલીક ધોરણે રાત દિવસ ૨૪ કલાક કાર્યરત રહે તે રીતે ચાલુ રાખવા પણ સામાજીક કાર્યકરો પોતાની યાદીમાં જણાવે છે. હાલ જે નવી હોસ્પીટલ બની છે તે સત્વરે ચાલુ કરવામાં આવે. ઉપરાંત પાર્કિંગના ભાગમાં દિવાલ ઉંચી કરાવવી જેથી આવારુ તત્વોનો ત્રાસ દુર થાય અને આ અંગે યોગ્ય પગલા સત્વરે લેવા માટે આ સામાજીક કાર્યકરો રાજુભાઇ દવે તથા જગદીશભાઇ બાંભણીયા, અશોક ખરચરીયા, જીજ્ઞેશ પંડયા, મુશા બ્લોચ પોતાની યાદીમાં જણાવે છે.
સામાજિક કાર્યકરોએ વધુમાં જણાવ્યું હતું કે, ડીંક સાહેબના ઘ્યાને આ આવેલ ન હોય એટલે રજુઆત છે. હવે જો આ રજુઆત કરેલ જે અંગે સત્વરે પગલા લેશે એવી યાદીમાં જણાવે છે તથા ગાયનીક અને ઓર્થોપેડીક વિભાગ રાત્રીના સમયમાં પણ ચાલુ રહે તે માટે શરૂ કરવા અરજ તથા સામાન્ય શંકામા પણ રાજકોટ રીફર કરે છે. તો એમ્બયુલન્સની જરૂરીયાત પડે ત્યારે રાજકોટ એમ્બ્યુલન્સ ગઇ હોય તો અહીંયા મોરબી સીવીલમાં એમ્બ્યુલન્સની જરૂર પડે ત્યારે દર્દી હેરાન થાય છે. જેથી આ અંગે પણ યોગ્ય રજુઆત સામાજી કાર્યકરો રાજુભાઇ દવે, જગદીશભાઇ બાંભણીયા, અશોક ખરચરીયા, જીજ્ઞેશ પંડયા તથા મુશા બ્લોચ દ્વારા કરવામાં આવી છે.