Friday, April 19, 2024
HomeGujaratનવયુગ મહિલા સાયન્સ કોલેજમાં F.Y. B.Sc. માં પ્રવેશ લેનાર વિદ્યાર્થિનીઓનો પ્રવેશોત્સવ યોજાયો

નવયુગ મહિલા સાયન્સ કોલેજમાં F.Y. B.Sc. માં પ્રવેશ લેનાર વિદ્યાર્થિનીઓનો પ્રવેશોત્સવ યોજાયો

મોરબીમાં શ્રેષ્ઠ શિક્ષણ, શ્રેષ્ઠ રિઝલ્ટ અને વિદ્યાર્થિનીઓના સર્વાંગી વિકાસલક્ષી પ્રવૃત્તિઓ દ્વારા કારકિર્દી ઘડતરનું કામ કરતી નવયુગ મહિલા સાયન્સ કોલેજમાં આજે F.Y. B.Sc માં પ્રવેશ લેનાર વિદ્યાર્થિનીઓનો પ્રવેશોત્સવ યોજાયો. જેમાં આ વર્ષે પ્રવેશ લેનાર આશરે ૨૦૦ જેટલી વિદ્યાર્થિનીઓએ કોલેજમાં તેનો પ્રથમ પગ મૂકતાં જીવનમાં બીજાથી કંઇક અલગ જ ચીલો ચાતરીને દેશને ઉપયોગી કારકિર્દીના ઘડતરના શપથ લીધા. આ પ્રોગ્રામમાં મોટિવેશનલ સ્પીકર, કોચ અને કાઉન્સેલર એવા લક્ષ્ય અકેડમીના ડાયરેક્ટર પ્રતીકભાઇ કાછડીયાએ વિદ્યાર્થિનીઓને જીવનના લક્ષ્યને કેમ પ્રાપ્ત કરવું અને અસાધારણ વિકાસ કેમ સાધવો તેનું સચોટ ઉદાહરણ દ્વારા માર્ગદર્શન આપ્યું.

- Advertisement -
- Advertisement -

આ તકે કોલેજની ૧૨ જેટલી વિદ્યાર્થિનીઓ જેમણે યુનિવર્સિટીની પરીક્ષામાં ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે તેમને દરેકને રૂ. ૧૧,૦૦૦/- ના ચેક અર્પણ કરાયા. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજીયાએ વિદ્યાર્થિનીઓને કોલેજમાં સફળ થવાની અને કોલેજકાળને યાદગાર બનાવવાની વાતોથી સમારંભનું સમાપન કર્યું. આ પ્રસંગને સફળ બનાવવામાં મેનેજિંગ ટ્રસ્ટી બલદેવભાઇ સરસાવાડીયા, પ્રિન્સિપાલ ડૉ. વરૂણ ભીલા અને અધ્યાપકગણે જહેમત ઉઠાવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!