Saturday, July 27, 2024
HomeGujaratમોરબીના વાવડી રોડ પર ભારે પવનને કારણે જર્જરિત દુકાનનો રવેશ ધરાશાયી:બાઈકનો બુકડો...

મોરબીના વાવડી રોડ પર ભારે પવનને કારણે જર્જરિત દુકાનનો રવેશ ધરાશાયી:બાઈકનો બુકડો બોલી ગયો

બીપોરજોય વાવાઝોડાને કારણે મોરબી સહિત ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વાવાઝોડું રાજસ્થાન તરફ જતા ત્યાં પણ વરસાદી માહોલ જમ્યો હતો. ત્યારે મોરબીમાં છેલ્લા પખવાડિયાથી ભારે પવન ફૂંકાઈ રહ્યું છે. જેને પગલે મોરબીના વાવડી રોડ પર ભારે પવનને કારણે એક મકાનના છતની જર્જરિત રવેશી ધરાશાયી થઈ હતી.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીના વાવડી રોડ પર પંચની દુકાન ધરાવતો યુવક આજ રોજ પોતાની બાઈક દુકાન પર મૂકીને બહાર ગયો હતો. ત્યારે ભારે પવન ફુંકાતા પંચની દુકાનની છતની જર્જરિત રવેશ ધરાશાયી થઈ હતી. ઉલ્લેખનીય છે કે, સદનસીબે દુકાન ડાર આજે જ દુકાન પર ન હતો જેના કારણે જાન હાની ટળી હતી. ત્યારે બનાવની જાણ થતા જ મોરબી ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!