Sunday, December 22, 2024
HomeGujaratહળવદના સાપકડા ગામે વાડીમાં બકરા ચરાવવા બાબતે મારામારીના બનાવમાં સામસામી ફરિયાદ

હળવદના સાપકડા ગામે વાડીમાં બકરા ચરાવવા બાબતે મારામારીના બનાવમાં સામસામી ફરિયાદ

હળવદ તાલુકાના સાપકડા ગામે વાડી-ખેતરમાં બકરા ચરાવવા બાબતે ખેતરમાં કામ કરતી ચાર શ્રમિક મહિલાઓ તથા માલઢોર ચરાવતા બે માલધારી વચ્ચે બોલચાલી થયા બાદ મારામારી થઇ હતી ત્યારે બંને પક્ષના લોકોને નાના-મોટી ઈજાઓ થતા સમગ્ર મામલો હળવદ પોલીસ મથકે પહોંચતા પોલીસે બંને પક્ષોની ફરિયાદને આધારે ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર હળવદ તાલુકાના સાપકડા ગામે રહેતા વીજુબેન નાનજીભાઈ નંદેસરીયા ઉવ.૪૦એ આરોપી ભુપતભાઇ કાનજીભાઇ સોરીયા તથા લખમણભાઇ પાચાભાઈ ભરવાડ રહે.બંને સાપકડા ગામ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૧૩/૦૩ના રોજ સવારના આશરે દસેક વાગ્યાના અરસામાં બંને આરોપીને વિજુબેને તેમની વાડીમા બકરા ચરાવવાની ના પાડતા બંને આરોપીઓ ગાળો આયોવા લાગ્યા હતા અને વિજુબેનની દિકરી ભારતીને આરોપી ભુપતભાઇએ કુહાડીનો લાકડાનો હાથો માથાના ભાગે મારતા ત્રણ ટાંકાની ઇજા તથા વિજુબેનને આરોપી ભુપતભાઇએ ડાબા હાથે કાંડાનાભાગે કુહાડીનો લાકડાનો હાથો મારતા ફેક્ચરની ઇજા તથા આરોપી લખમણભાઇએ છુટા પથ્થરના ઘા કરતા વિજુબેનની દિકરી રાધીકા તથા વર્ષાને ડાબા હાથમાં અને વાસમાં મુંઢ ઇજા કર્યાની ફરિયાદ નોંધાવી હતી.

જ્યારે સામા પક્ષે સાપકડા ગામે રહેતા ભુપતભાઇ કાનાભાઈ સોરીયા ઉવ.૪૫ એ આરોપી રાધીકાબેન નાનજીભાઈ નંદેસરીયા, ભારતીબેન નાનજીભાઈ નંદેસરીયા, વર્ષા નાનજીભાઈ નંદેસરીયા, વીજુબેન નાનજીભાઈ નંદેસરીયા તથા વીજુબેનના જમાઈ મેહુલભાઈ રહે બધા સાપકડા ગામવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે આરોપી રાધિકા, ભારતી, વર્ષાએ ફરીયાદી તથા લખમણભાઇને બકરા ચરાવવા બાબતે ગાળો આપી બાદ થોડીવારે આરોપી વીજુબેન ત્યા આવી ફરીયાદીને તથા લખમણભાઇને પથ્થરો મારતા ફરીયાદીને ડાબા ખભે તથા દાઢી તથા હોઠ ઉપર સામાન્ય મુઢ ઇજા પહોચાડી અને થોડીવારે આરોપી મેહુલભાઈ ત્યા આવી તેના હાથમા રહેલ છોરીયુ ફરીયાદીને ડાબા હાથની કોણીએ મારી સામન્ય ઇજા કરી હતી. બનાવ અંગે બંને પક્ષો દ્વારા હળવદ પોલીસ સ્ટેશનમાં સામ સામસામે ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ અલગ અલગ આઈપીસીની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!