વાંકાનેર તાલુકાના લાલપર ગામે આવેલી બીગબેસ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા પરપ્રાંતિય શ્રમિકને કોલોનીના રૂમે અચાનક હાર્ટ એટેક આવતા તેનું મોત થયું હતું. હાલ વાંકાનેર સીટી પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.
મૃતકની ઓળખ ૩૫ વર્ષીય , મુળ નિવાસી હાલ વાંકાનેર તાલુકાના લાલપર ગામે બીગબેસ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં રહેતા નીરંજનભાઇ ડોમનભાઇ તુરી ઉવ.૩૫ મૂળ જગદીશપુર ગામ તા.હજારીબાગ (ઝારખંડ)ના વતની ગઈકાલ તા. ૧૨ નવેમ્બરના રોજ સવારે ૧૧ વાગ્યાની આસપાસ કારખાનાના રૂમમાં હોય તે દરમિયાન અચાનક તેમને હાર્ટ એટેક આવ્યો હતો, જેથી તેમને તાત્કાલિક સારવાર માટે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવતા, જ્યાં ફરજ ઉપરના ડોક્ટરે જોઈ તપાસી નિરંજનભાઈ તુરીને મૃત જાહેર કર્યા હતા. ત્યારે વાંકાનેર સીટી પોલીસે મૃત્યુના બનાવ અંગે અ.મોત રજીસ્ટર કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.









