Thursday, December 26, 2024
HomeGujaratમોરબીનાં ટીંબડી પાટિયા નજીક એકસીસ બેંકનું એટીએમ તોડી ચોરીનો નિષ્ફળ પ્રયાસ: બે...

મોરબીનાં ટીંબડી પાટિયા નજીક એકસીસ બેંકનું એટીએમ તોડી ચોરીનો નિષ્ફળ પ્રયાસ: બે ઈસમો વિરૂદ્ધ ગુનો નોંધાયો

મોરબીનાં ટીંબડી ગામે પાટીદાર ટાઉનશીપ પાસે આવેલ એકસીસ બેંકના એ.ટી.એમ.ને તોડવાનો પ્રયાસ નિષ્ફળ થતા તસ્કરો ભાગી છૂટ્યાનો કિસ્સો મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. જે બનાવમાં બે તસ્કરો સી.સી.ટી.વી. કેમેરામાં કેદ થયા છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ગત તા.૨૮/૦૬/૨૦૨૩ ના રાત્રીના ૦૨:૦૦ વાગ્યા આસપાસ બે ઇસમો દ્વારા મોરબી તાલુકાના ટીંબડી ગામના પાટીયાથી આગળ, પાટીદાર ટાઉનશીપ પાસે, આનંદ માયાણી કોમ્પલેક્ષમાં આવેલ એકસીસ બેંકના એ.ટી.એમ.નુ બંધ મશીન તોડી ચોરી કરવાની કોશિષ કરવામાં આવી હતી. જે બનાવની જાણ થતા જ મોરબી તાલુકા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પરંતુ પોલીસ પહોંચે તે પહેલા જ તસ્કરો ફરાર થયા હતા. જે સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસે સી.સી.ટી.વી.ના આધારે અજાણ્યા બે ઇસમો કે જેની આશરે ૨૦ થી ૨૫ વર્ષની ઉંમર હોય તેઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!