ટ્રક-ચાલક તથા સ્વીફ્ટ કારમાં પાયલોટીંગ કરતા ત્રણ સહિત ચાર શખ્સો નાસી ગયા:માલ મંગાવનાર મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારનો તથા રાજકોટના શખ્સ સહિત માલ મોકલનારની શોધખોળ
વાંકાનેર તાલુકા પોલીસે પંચાસીયા ગામ નજીક વાંકીયા થી જડેશ્વર જવાના કાચા રસ્તા ઉપરથી ટ્રકમાં ભરેલ વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની-મોટી ૨૭,૮૪૦ નંગ બોટલ જેની કિંમત આશરે ૫૬.૬૩ લાખ તથા ટ્રક સહિત ૮૦.૬૩ લાખના મુદ્દામાલ સાથે ટ્રકના ક્લીનરની અટક કરવામાં આવી છે. આ સાથે ટ્રક આગળ સ્વીફ્ટ કારમાં પાયલોટીંગ કરતા એવા વિદેશી દારૂ મંગાવનાર મોરબી તથા રાજકોટના ત્રણ શખ્સ તેમજ ટ્રક ચાલક, માલ મોકલનાર સહિતના આરોપીને ફરાર દર્શાવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર તાલુકા પોલીસ ટીમને બાતમી મળેલ કે સાહીદ ઉર્ફે ચકો ઉમરભાઈ ચાનીયા રહે.મોરબી કાલીકા પ્લોટ તથા જાવીદ કરીમભાઇ કાથરોટીયા રહે.રાજકોટ વાળો અન્ય માણસો સાથે મળી વાંકાનેરના પંચાસીયા ગામની સીમમાં અશોક લેલન ટ્રક રજી.નં.-RJ-18-GC-0894 વાળામાં ઇંગ્લીશ દારૂનું કટીંગ કરવાના છે અને ટ્રક આગળ એક બ્લુ કલરની સ્વીફ્ટ કાર રજી.નં. GJ-03-NF-0698 વાળીમાં સાથે સાહીદ ઉર્ફે ચકો ઉમરભાઇ ચાનીયા તથા જાવીદ કરીમભાઈ કાથરોટીયા નાઓ રેકી-પાયલોટીંગ કરે છે તેવી સચોટ હકિકત મળેલ જે બાતમીને આધારે વાંકીયાથી જડેશ્વર જતા રસ્તે તાલુકા પોલીસ ટીમ વોચમાં હોય તે દરમિયાન ઉપરોક્ત સ્વીફ્ટ કાર તથા ટ્રક ત્યાંથી પસાર થતા પોલીસ દ્વારા તેને રોકવાનો ઇશારો કરતા ઉપરોક્ત બંને વાહનોના ચાલકે પોતાના વાહન ઉભા નહીં રાખતા ટ્રક અને સ્વીફ્ટ કારનો પોલીસે પીછો કર્યો હતો. ત્યારે થોડે આગળ સ્વીફ્ટ કાર તથા ટ્રક ચાલક ટ્રક રેઢો મૂકીને નાસી ગયો. જ્યારે ટ્રકનો ક્લીનર આરોપી યાસીનભાઈ રહીમભાઈ સમા ઉવ.૩૧ રહે. રાજકોટ દૂધની ડેરી ફારૂકી મસ્જિદ પાસેવાળો ભાગવા જતા પોલીસના હાથે પકડાઈ ગયો હતો.
ત્યારે પોલીસે ટ્રકની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની-મોટી ૨૭,૮૪૦ કિ.રૂ.૫૬,૬૩,૧૦૦/- નો વિશાળ જથ્થો મળી આવ્યો હતો. હાલ પોલીસે વિદેશી દારૂનો જંગી જથ્થો તથા અશોક લેલન યરક કિ.રૂ.૨૫ લાખ સહિત રૂ.૮૦,૬૩,૧૦૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યારે પકડાયેલ ટ્રકના રજી.નં. પોકેટ કોપ એપમાં સર્ચ કરતા ખોટી નંબર પ્લેટ લગાવીને તેમજ ટ્રકમાં કોઇપણ પ્રકારનો બાયો ફર્ટીલાઇઝરને લગતો સામાન ન ભરેલ હોય તેમ છતા તેના ખોટા ઇ વે બીલ તથા ઇનવોઇસ બીલ તથા બીલ્ટી બનાવી રજુ કરી તેમજ પકડાયેલ ટ્રકમાં ખોટી નંબર પ્લેટ બનાવી લગાવી તેમાં દારૂની હેરાફેરી કરતા હોવાનું સામે આવ્યું હતું. વધુમાં આરોપી ક્લીનરની સઘન પૂછતાછમાં વિદેશી દારૂનો જથ્થો મોરબી કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતા સાહીદ ઉર્ફે ચકો તેમજ રાજકોટના જાવીદ કથરોટિયાએ મંગાવેલ હોવાનું જણાવ્યું હતું અને આરોપી સાહિદ તથા જાવીદ તેમજ અન્ય એક સહિત ત્રણ શખ્સો બ્લુ કલરની સ્વીફ્ટ કારમાં ટ્રક આગળ પાયલોટીંગ કરતા હતા.
હાલ પોલીસે આરોપી ટ્રક ક્લીનર યાસીન રહીમભાઈ સમા ની અટકાયત કરી છે. જ્યારે માલ મંગાવનાર આરોપી તથા સ્વીફ્ટ કારમાં પાયલોટીંગ કરનાર કાર ચાલક આરોપી સાહીદ ઉર્ફે ચકો ઉમરભાઈ ચાનીયા રહે.કાલીકા પ્લોટ શીવ સોસાયટી સરદારજીના બંગલા પાસે મોરબી તથા સ્વીફ્ટ કારમાં સાથે બેઠેલ જાવીદ કરીમભાઈ કાથરોટીયા રહે.રાજકોટ તથા સ્વીફટ કારમાં સાથે રહેલ ત્રીજો અજાણ્યો શખ્સ તેમજ દારૂ મોકલનાર અને ટ્રકનો ચાલક સહિત ૬ આરોપીઓ સામે પ્રોહીબીશન હેઠળ ગુનો દાખલ કરી નાસી જનાર તમામ આરોપીઓને પકડી પાડવા વાંકાનેર તાલુકા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.