વાંકાનેર : વાંકાનેરમાં પોલીસે સરતાનપર રાતાવિરડા રોડ પર નકલી ડોકટરને ઝડપી લીધો હતો.
વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન સ્ટાફે બાતમીના આધારે આરોપી સુરેંન્દ્રકુમાર રામનરેશપ્રસાદ ગુપ્તા ઉ.વ. ૩૫ રહે, જુના જામ્બુડિયા, ગોપાલભાઇ ભરવાડના મકાન માં મુળ ગામ: લોરિયામિશ્રાટોલા તા.લોરિયા, જિ.પશ્ચિમ ચંપારણ બિહારવાળો મેડિકલની ડીગ્રી વગર વાંકાનેર તાલુકાના સરતાનપર રાતાવિરડા રોડ પર આવેલ રોસા સિરામિકની સામે આવેલ બાલાજી ક્લીનીક નામ વાળુ દવાખાનું ચલાવતો હોવાની ફરિયાદ અંગે ચેકિંગ કરતા આરોપીએ પોતાના કબજા ભોગવટાના બાલાજી ક્લિનીક નામના દવાખાનામાં કોઇપણ પ્રકારની ડીર્ગી વગર બીમાર દર્દીઓની સારવાર કરતામનુષ્ય ની જિંદગી કે અન્ય વ્યકિતઓની શારીરીક સલામતી જોખમ મા મુકાય તે રીતે પ્રેકટીસ કરી એલોપેથીક દવા કબજા મા રાખી જેમા જુદી જુદી દવાઓ કિ.રૂ. ૫૨૮૪૪ નો મુદામાલ સાથે મળી આવતા તેને ઝડપી લીધો હતો.