ગઇકાલે ભારત વિકાસ પરિષદ મોરબી શાખા દ્વારા મોરબી સિરામિક એસોશિયનના પ્રમુખ હરેશભાઈ બોપલિયાનો સન્માન કાર્યક્રમ તેમજ ભારત વિકાસ પરિષદના સભ્યો માટે પારિવારિક સ્નેહમિલન કાર્યક્રમનું માતૃ કૃપા ફાર્મહાઉસ, મોટી વાવડી ખાતે થયેલ હતું. જે અંતર્ગત ભારત વિકાસ પરિષદના સભ્યો દ્વારા karoke સિંગિંગ કાર્યક્રમ નું આયોજન કરેલ હતું જેમાં શાખા ના દરેક સભ્યો તેમજ બાળકો દ્વારા ખૂબ સરસ રીતે અલગ અલગ ગીત રજૂ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં મહેમાન તરીકે RSS મોરબી જિલ્લા પ્રચાર પ્રમુખ રાજેશભાઇ બદ્રકીયા, સંસ્કૃત ભારતીના પ્રમુખ કિશોરભાઈ શુકલ, સીમા જાગરણ મંચના સહ સંયોજક હિરેનભાઈ વિડજા તેમજ વિશ્વ હિન્દુ પરિષદના ગ્રામ્ય કક્ષાના અધ્યક્ષ પુષ્પરાજસિંહ જાડેજા તેમજ બજરંગ દળના કાર્યકર્તાઓ હાજર રહીને સભ્યોને ઉત્સાહ પૂરો પાડ્યો હતો.
ભારત વિકાસ પરિષદના આ કાર્યક્રમમાં મોરબી શાખાના ઉપ પ્રમુખ અને મોરબી સિરામિક એસોશિયનના પ્રમુખ હરેશભાઈ બોપલિયાનું ભારત વિકાસ પરિષદના પારિવારિક સભ્યો દ્વારા પુસ્તકપુષ્પ વડે અદકેરું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ આ કાર્યક્રમમાં શાખાના વિકાસ અને ઉત્કર્ષ માટે રાજેશભાઇ બદ્રકિયા, ડૉ જયેશભાઇ પનારા, ડો મનુભાઈ કૈલા દ્વારા માર્ગ દર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું સફળ સંચાલન પરેશભાઈ મિયાત્રા દ્વારા કરવામાં આવેલ હતું. કાર્યક્રમને સફળ બનાવવાં માટે પ્રમુખ જયેશભાઇ પનારા, મંત્રી અશ્વિનભાઈ રાઠોડ, ઉપપ્રમુખ મનુભાઈ કૈલા, ખજાનચી ચિરાગભાઈ હોથી, સહમંત્રી મનહરભાઈ કુંડારિયા, સંગઠન મંત્રી દિલીપભાઈ પરમાર, સંયોજક વિશાલભાઈ બરાસરા, હિંમતભાઈ મારવાણિયા, પ્રચાર પ્રસાર પંકજભાઈ ફેફર, હરદેવભાઈ કાનગડ, ચેતનભાઈ સાણંદીયા, વિનુભાઈ મકવાણા, દિનેશભાઇ હૂંબલ, રાકેશભાઈ, હિરેનભાઈ ,યોગેશભાઈ,કેયૂરભાઈએ જહેમત ઉઠાવી હતી.