યુવતીના પરિવારના આઠ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત, છ આરોપીઓ સામે ગુનો નોંધાયો.
વાંકાનેરના ચંદ્રપુર ગામે રહેતા પરિવારની દીકરીની ગામમાં જ રહેતા ઈસમ દ્વારા છેડતી કરી હતી જે બાબતે દીકરીની માતા દ્વારા છેડતી કરનાર ઇસમને ઠપકો આપતા ત્યારે માથાભારે શખ્સ દ્વારા યુવતીના ઘરે જઈને મહિલાને માર મારી જાનથી મારી નાખવાની ધમકીઓ અપાઈ હતી, જે બાબતે યુવતીના પરિવારને સમાધાન માટે ઘરે બોલાવ્યા હતા જે દરમિયાન ફરી યુવતીના પરિવાર ઉપર ઉપરોક્ત છેડતી કરનાર ઇસમના પરિવાર દ્વારા છરી, પાઇપ વડે હુમલો કરી આઠ વ્યક્તિઓને ઇજાઓ પહોંચાડી હતી, હાલ ભોગ બનનાર પરિવાર દ્વારા છ જેટલા આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી છે.
વાંકાનેર તાલુકાના ગારીડા ગામે રહેતા રૂકમુદિનભાઈ અમનજીભાઈ માથકીયા ઉવ.૩૧ એ વાંકાનેર સીટી પોલીસ મથકમાં આરોપી (1)ફિરદોશભાઈ મુનાફભાઈ જુણેજા, (2)શબીર સમાભાઈ, (3)ફૈઝલ મુનાફભાઈ જુણેજા, (4)ઈમરાનભાઈ સમશેરભાઈ ખલીફા, (5)બસીરભાઈ ખલીફા, (6)સમસેરભાઈ ખલીફા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ફરિયાદીના બહેનની દિકરીને આરોપી ઇમરાને છેડતી કરતા ફરિયાદીના બહેન દ્વારા તેને ઠપકો આપતા આરોપી ઇમરાન સહિત ફિરદૌસ, શબીર તથા ફૈઝલ ફરિયાદીના બહેનના ઘરે જઈને બોલાચાલી કરી યુવતીની માતાને લાફો મારી છતીમા પાઈપ મારી ઈજા પહોંચાડી હતી. ત્યારબાદ સમગ્ર બનાવ બાબતે ફરિયાદી અને તેમના કુટુંબીજનો આ બનાવના સમાધાનની વાત કરવા આરોપી ઇમરાનના ઘર પાસે જતા જ્યાં સમાધાનની વેટ દરમિયાન સ્થિતિ વણસતા આરોપીના પરિવારના સભ્યો દ્વારા બોલાચાલી કરી છરી તથા લોખંડના પાઇપ વડે સમાધાન કરવા આવેલ તમામ ઉપર હુમલો કરી આઠ જેટલા સભ્યોને નાની-મોટી ઇજાઓ પહોંચાડી હતી જે મુજબની ફરિયાદને આધારે વાંકાનેર પોલીસે કુલ છ આરોપીઓ સામે ગુનો નોંધી આગળની વધુ તપાસ શરૂ કરી છે.