છરી, ધોકા સાથે માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપતા ત્રણ વિરુદ્ધ ફરિયાદ.
હળવદ તાલુકાના ચુપણી ગામે પડોશમાં રહેતા કાકા સાથે બોલાચાલી થતા અન્ય કાકાના દીકરાઓ દ્વારા છરી સહિતના હથિયારો સાથે આવી યુવક અને તેના બે ભાઈઓને આડેધડ માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપી ચાલ્યા ગયેલ. ત્યારે સમગ્ર બનાવ મામલે ભોગ બનનાર દ્વારા ત્રણ આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
હળવદ તાલુકાના ચુપણી ગામે દેવીપૂજક વાસ ખાતે રહેતા ઘનશ્યામભાઈ ઉર્ફે ઘનો સવાભાઈ વાઘેલાએ હળવદ પોલીસ મથકમાં આરોપી દાજીભાઈ જલાભાઈ વાઘેલા, વિક્રમભાઈ જલાભાઈ વાઘેલા તથા કિશનભાઈ જલાભાઈ વાઘેલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે, ફરિયાદી ઘનશ્યામભાઈની બાજુમાં તેમના કાકા વિનુભાઈ વાઘેલા રહે છે, તેઓ અવારનવાર ઘનશ્યામભાઇ ઘરે આવીને બોલાચાલી માથાકૂટ કરતા હોય છે, ત્યારે ગઈકાલ તા.૧૪ જાન્યુઆરીના રોજ સવારે ઘનશ્યામભાઇના ઘરે તેમના કાકા વિનુભાઈ આવી બોલાચાલી કરીને જતા રહ્યા હતા, ત્યારે તેનો ખાર રાખી અન્ય કાકાના દીકરાઓ ઉપરોક્ત ત્રણેય આરોપીઓ ઘનશ્યામભાઇના ઘરે છરી, ધોકા જેવા હથિયારો સાથે આવી ઘનશ્યામભાઇ અને તેમના બે ભાઈઓ વિઠ્ઠલભાઇ તથા સંજયબગાઈને ગાળો બોલી ધોકા, છરી વડે હુમલો કર્યો હતો. આ દરમિયાન પાડોશી તથા પરિવારની મહિલાઓએ વચ્ચે પડી ત્રણેય ભાઈઓને વધુ મારથી છોડાવ્યા હતા, ત્યારે આરોપી ત્રણેય ભાઈઓ જાનથી મારી નાખવાની ધમકી આપી ચાલ્યા ગયા હતા. હાલ હળવદ પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









