મોરબી : આમરણ ચોવીસી વિસ્તારમાં આવેલ ઉંટબેટ શામપરથી લૌકિકવિધિ પતાવી પરત ફરી રહેલા રાજકોટ અને મોરબીના પરિવારના સભ્યોને લઈને આવતું છોટાહાથી ગોળાઇમાં પલ્ટી મારી જતા આ અકસ્માતમાં એક મહિલાનું મૃત્યુ નીપજ્યું હતું. જયારે અન્ય સાત લોકોને ઈજાઓ પહોંચતા મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકાના આમરણ ચોવીસી હેઠળ આવતા ઉંટબેટ શામપાર ગામે લૌકિકવિધિએ ગયેલ રાજકોટ તેમજ અન્ય ગામના કૌટુંબિક લોકો પરત ફરી રહ્યા હતા ત્યારે ઉંટબેટ શામપર નજીકની ભયજનક ગોળાઇમાં આ પરિવારને લઈને આવતું છોટાહાથી વાહન પલ્ટી મારી જતા મંજુબેન દિલીપભાઈ (રહે.રાજકોટ) વાળાનું મૃત્યુ નીપજ્યું હતું. જયારે મગનભાઈ સવજીભાઈ ઝીંઝુવાડિયા (ઉ.વ.50), શોભનાબેન નાથાભાઈ ઝીંઝુવાડિયા (ઉ.વ.50), ચંપાબેન બચુભાઈ (ઉ.વ.65), હંસાબેન જયંતીભાઈ વાડોદરિયા (ઉ.વ.48 રહે.રાજકોટ), હેમીબેન પ્રભુભાઈ સુરેલા (રહે.જોધપર નદી) , રતિલાલ વેલજીભાઇ માલવિયા અને જયાબેન બાબુલાલ સુરેલા (ઉ.વ.65)ને ઈજાઓ પહોંચતા મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
અકસ્માતના બનાવની જાણ થતા મોરબી 108ની ત્રણ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. જેમાં લાલબાગ ટીમના દલવાણી હનીફ, નીતિનભાઈ, યાર્ડ ટીમના નિલેશભાઈ બકુતરાં અને ઇકબાલભાઇ ચુડેસરા તેમજ આમરણના રવિરાજસિંહ જાડેજા અને નિમિષાબેન દ્વારા ઇજાગ્રસ્તોને પ્રથિક સારવાર આપી મોરબી સિવિલ હોસ્પિટલે ખસેડયાં હતા.