સગીર વયના બાળકોને મોબાઈલ આપી દેતા માતા પિતા માટે ચેતવણી રૂપ કિસ્સો : માતા પોતા પોતાને નડતરરૂપ ન બને એ માટે મોબાઈલ આપી ક્યાંક બાળકોને વ્યસન તરફતો નથી ધકેલી રહ્યા ને ?
મોરબીના વિકાશ ટાઈલ્સ કંપનીમાં 13 વર્ષીય સગીરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા અરેરાટી ફેલાઈ છે. આ અંગે પોલીસને જાણ કરાતા મોરબી તાલુકા પોલીસે દોડી જઇ તપાસ હાથ ધરી હતી જો કે આ મામલે પરિવાર જનોનો સંપર્ક કરતા કારણ ચોંકાવનારૂ કારણ જાણવા મળ્યું છે. જે કારણ તમામ માતા પિતા કે જે બાળકો નડતર રૂપ ન બને એ માટે ગેમ્સ રમવા માટે મોબાઈલ આપતા હોય તેના માટે ચેતવણી રૂપ છે કેમ કે મોરબીના ઘુટુ રોડ પર આવેલ વિકાસ ટાઈલ્સ કંપનીના કવાર્ટરમા રહેતા સુભાષ રાજેન્દ્ર એડાર (ઉ.વ.૧૩)એ કોઈ પણ કારણસર ગળે ફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કરતા આ અંગે તેના પિતા રાજેન્દ્રભાઈને જાણ થતાં તાત્કાલિક મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરતા બનાવ મોતમાં પરિણમ્યો હતો.
આ અંગે મોરબી તાલુકા પોલીસને જાણ થતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી જો કે આ મામલે મૃતક સગીરના પરિવાર જનોનો સંપર્ક કરી સગીરના મોતનું કારણ જાણવા તજવીજ હાથ ધરતાં મૃતક સુભાષ ના પિતાએ રાજેન્દ્રભાઈને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે, સુભાષનો મોબાઈલ ખરાબ થઈ ગયો હતો જેને રિપેર કરાવવાના રૂપિયા તેઓની પાસે ન હતા આથી સગીરને માઠું લાગ્યું હતું અને તેને આવેશમાં આવી આ પગલું ભર્યું હતું ત્યારે આજના આધુનિક યુગમાં મોબાઇલ આપતા માતા પિતા માટે આ ચેતવણી રૂપ કિસ્સો છે જેમાં બાળકો ને વધુ વ્યસની ન બને એ ધ્યાન રાખવું માતાપિતા ના હાથની વાત છે. ત્યારે હાલ આ સગીર ગુમાવતા પરિવાર જનો પર દુઃખમાં ગરકાવ થઈ ચૂક્યો છે.