Monday, March 9, 2026
HomeGujaratમોરબીના વીસીપરામાં અગાઉની માથાકૂટના સમાધાનમાં બોલાવી યુવક ઉપર કુટુંબી ભત્રીજાઓનો હુમલો

મોરબીના વીસીપરામાં અગાઉની માથાકૂટના સમાધાનમાં બોલાવી યુવક ઉપર કુટુંબી ભત્રીજાઓનો હુમલો

મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા યુવકને તેની કુટુંબી ભાભી સાથે અગાઉ થયેલ બોલાચાલી ઝઘડાનું સમાધાન કરવાનું કહી સાથે લઈ જઈને તેમના કુટુંબી બે ભત્રીજાઓએ લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો. અને કુટુંબી ભાભીએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારે હુમલામાં યુવકને પગમાં ફ્રેકચર જેવી ગંભીર ઇજાઓ પહોંચી હતી.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી શહેરના વીસીપરા વિસ્તારમાં કુલીનગર-૧ માં રહેતા ઇમરાનભાઇ હનીફભાઈ સુમરા ઉવ.૩૫ એ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં આરોપી સલમાબેન હુશેનભાઈ સુમરા, અરબાઝભાઈ હુશેનભાઈ સુમરા તથા આરીફભાઈ હુશેનભાઈ સુમરા ત્રણેય રહે.વીસીપરા ચાર ગોડાઉન પાસે મોરબી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે, ગત તા.૦૬/૦૩ના રોજ ફરિયાદી ઇમરાનભાઈ પોતાના ઘરે હોય ત્યારે તેમના કુટુંબી ભત્રીજાઓ આરોપી અરબાઝ અને આરીફ તેમના ઘરે આવ્યા અને આરોપીઓની માતા અને ફરિયાદીના કુટુંબી ભાભી સાથે અગાઉ થયેલ માથાકુટ અંગે સમાધાન કરવું છે તેમ કહી ઇમરાનભાઈને ચાર ગોડાઉન ખાતે લઈ ગયા જ્યાં બન્ને આરોપી અરબાઝ અને આરીફે લોખંડના પાઇપથી આડેધડ ઘા મારી ઇમરાનભાઈને શરીરે અને બન્ને પગમાં ઇજાઓ પહોંચાડી હતી. આ દરમિયાન આરોપી સલમાબેને આવી ઇમરાનભાઈને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. હાલ સમગ્ર બનાવ મામલે બી ડિવિઝન પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!