આજ રોજ શ્રી જાજાસર પ્રાથમિક શાળા મધ્યે પ્રાથમિક શિક્ષણ ધોરણ 8 પૂર્ણ કરી ને જઈ રહેલા 10 વિદ્યાર્થી ને શાળા પરિવાર વતી વિદાય આપવામાં આવી હતી.
આ કાર્યક્રમ માં સરસ્વતી વંદનાથી શરૂ કરવા માં આવ્યો હતો.ત્યારબાદ ધોરણ સાત માં અભ્યાસ કરતી બાળાઓ દ્વારા વિદાય ગીત રજૂ કર્યું ત્યાર બાદ શાળા ભણી ગયેલ વિધાર્થી નાટડા પાયલ બેન , ગોગરા ખુશીબેન પોતાનું મંતવ્ય રજૂ કર્યા સાથે સાથે શાળા માટે કાયમ યાદ રહે તે માટે ધોરણ 8 ના વિધાર્થી દ્વારા સરસ્વતી માતાજી નું સુંદર પ્રતીક ભેટ આપવામાં આવી અને શાળા પરિવાર વતી પણ શાળા ને તમામ કાર્ય માં સહભાગી બની રહેલા બાળકો ને વોટર જગ શાળા પરિવાર તરફ થી આપવામાં આવ્યા. શાળા ના આચાર્ય શ્રી હરદેવ ભાઈ કાનગડ સાહેબ દ્વારા તમામ બાળકો ઉચ્ચ શિક્ષણ મેળવી ગામ નું અને પરિવાર નું નામ રોશન કરી ને આગળ વધે તેવું શુભકામના પાઠવી શાળા ના શિક્ષકગણ દિનેશભાઈ કાનગડ ,રાજેશભાઇ રાઠોડ, ભરતભાઈ ચાવડા,તુષારભાઈ ફેફર તમામ બાળકો ના કાર્ય ને બિરદાવ્યા તેમજ સંતરામભાઈ કાપડી દ્વારા તમામ બાળકો ને રસ પૂરી જમાડી ને આજના આ કાર્યકમ પૂર્ણ કર્યો હતો.